જામનગરઃ લોકડાઉનની વચ્ચે કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દૂરપયોગ કરીને લોકોને ભ્રમિત કરવાનો અને તેમની ધાર્મિક લાગણીને અહિત કરી રહ્યાં છે. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આરોપી અટકાયત કરી હતી.
જામનગરમાં કોરોના વાઈરસના અનુંસાને હિન્દુ-મુસલમાન વચ્ચે તણાવ ઉભો થયા તેવા મેસેજ કરતો હતો. તેમજ લોકોના ગેરમાર્ગે દોરીને બે કોમ વચ્ચે હિંસા પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેના પગલે તેના વિરુદ્ધ જામનગર જિલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ ચેક કરતાં 51 વર્ષીય જયંતિગીરી ગૌસ્વામી અને નકુમ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.