જામનગર શહેરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ત્યારે ગાય માટે ખાસ ફાળો ઉઘરાવવા માટે લોકો આવતા હોય છે. ત્યારે ત્રણ ઈસમોએ ગાયના નામ પર ઉઘરાણું કરીને પૈસા પડાવવાનું કારસ્તાન ઘડ્યું હતું. આ અગાઉ તેઓએ એક વેપારી પાસેથી 1 હજાર રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે બીજા અન્ય વેપારી પાસે પૈસા ઉઘરાવવા માટે જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ઈસમો સામે સીટી બી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નામ પર આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કાંધલ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.