ETV Bharat / state

જામનગર: ધુંવાવ ખાતેથી “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ કરાવતા કૃષિ પ્રધાન આર.સી.ફળદુ

જામનગર જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલા “કિસાન સુર્યોદય યોજના”નો કૃષિ, વાહનવ્યહાર પ્રધાન આર.સી.ફળદુએ જામનગરના ધુંવાવ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ
કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ
author img

By

Published : Jan 8, 2021, 6:02 PM IST

  • ધુંવાવ ખાતેથી “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ
  • કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કરાવ્યો શુભારંભ
  • જામનગર તાલુકાના 25 ગામને યોજના હેઠળ આવરી લેવાયા
  • કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને મુશ્કેલીઓનો અંત આવશે

જામનગરઃ જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલા “કિસાન સુર્યોદય યોજના”નો કૃષિ, વાહનવ્યહાર પ્રધાન આર.સી.ફળદુએ જામનગરના ધુંવાવ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે અનેક ક્રાંતિકારી બદલાવ આવ્યા છે, અગાઉની સરકારોએ ખેડૂતોને વીજળીની તકલીફોમાં માત્ર વાયદાઓ જ કર્યા હતા, જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓની પીડાને ધ્યાને લઇ જ્યોતિગ્રામ યોજનાને અમલ કરી હતી, આજે ૨૪ કલાક ગ્રામ વિસ્તારોમાં વીજળી મળી રહે છે, આમ જ આજે ખેડૂતોને રાત્રિના સમયે વીજળી મળવાથી થતી અનેક મુશ્કેલીઓના નિવારણ માટે હાલની સરકારે કિસાન સૂર્યોદય યોજના થકી બીજી ઉર્જા ક્રાંતિ તરફ પગરણ માંડયા છે.

આર. સી. ફળદુ
આર. સી. ફળદુ

ગુજરાત હાલ 22,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે

કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે પ્રજાની પીડાની અનુભૂતિ કરી છે. અગાઉના સમયમાં ખેડૂતોને વીજ જોડાણ માટે પણ અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જ્યારે આજે ખેડૂત વીજ જોડાણની અરજી આપે તો ગણતરીના દિવસોમાં જ તેને વીજળી મળતી થઇ છે. 1995માં ગુજરાત 7600 વોટ વીજળી ઉત્પન્ન કરતું હતું. જ્યારે આજે ગુજરાત 22,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. સરકારે બિનપરંપરાગત સ્ત્રોતો જેવા કે પવન ઊર્જા, સૌર ઉર્જાનો લાભ લઇ પ્રજાની અગવડોને દૂર કરી છે.

કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ
કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ

હાલની રાજ્ય સરકાર માત્ર 18 વર્ષમાં 12 લાખથી વધુ વીજ કનેક્શન આપ્યા

પ્રધાને ઉમેર્યુ હતું કે, 1960થી લઇ 2000 સુધીના 40 વર્ષના ગાળામા તે વખતની સરકારે માત્ર 7.33 લાખ વીજ કનેક્શનો આપ્યા હતા. જ્યારે હાલની રાજ્ય સરકાર માત્ર 18 વર્ષમાં 12 લાખથી વધુ વીજ કનેક્શન આપી ખેડુતોની પડખે ઉભી રહી છે. ગામડાની ખેત આધારિત જીવન વ્યવસ્થાને જે મદદની જરૂર હતી, જે અગવડતાઓ હતી તેને દૂર કરીને મક્કમ નિર્ધાર સાથે ગુજરાત સરકારે મહત્વના નિર્ણયો કરીને વિજળી ક્ષેત્રે આ યોજના થકી ભગીરથ કાર્ય કર્યું છે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં પણ સૂર્યોદય થશે.

બીજા તબક્કામાં રાજ્યના 2702 ગામને આવરી લેવાશે

કિસાન સૂર્યોદય યોજના થકી આ બીજા તબક્કામાં રાજ્યના 2702 ગામને આવરી લેવામાં આવશે અને આગામી બે વર્ષમાં ગુજરાતના સમગ્ર ગામડાઓને આ યોજના હેઠળ આવરી લઈ ખેતરે-ખેતરે દિવસે વિજળી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે.

ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે પિયત કરવા જવાની અગવડોમાંથી રાહત

આ તકે ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજના એ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકાશ ફેલાવી ગ્રામજનો માટે સુવિધાનું નિર્માણ કર્યું, જીવન જરૂરિયાતની વીજળી, નાના ઉદ્યોગકારો, ગૃહઉદ્યોગકારો માટે પણ આ યોજના થકી વીજળીની સુવિધા આ સરકારે ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે પિયત કરવા જવાની અગવડોમાંથી રાહત મળશે. રાત્રી દરમિયાન જંગલી પશુઓના ત્રાસ, સર્પદંશ જેવી ઘટનાઓથી ખેડૂતો અગાઉ પારાવાર મુશ્કેલીઓ ભોગવતા હતા, કિસાન સૂર્યોદય યોજનાથી આ દરેક અગવડતાનો અંત આવશે. આજે વિજળીમાં માંગ કરતાં પુરવઠો વધુ હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.

શું છે કિસાન સુર્યોદય યોજના ?

ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભીગમ અપનાવી “કિસાન સુર્યોદય યોજના” અમલમા મુકવામા આવી. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારના ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામા આવશે. આ યોજના થકી ખેડુતોને દિવસે વીજ પુરવઠો મળવાથી પિયત માટે દિવસે વિજળીની સુવિધા મળશે. રાતના ઉજાગરા, વન્ય પ્રાણીઓના અને સર્પદંશના ભય તેમજ તાઢ, તાપ જેવી મુશ્કેલીઓથી કાયમ મુક્તિ મળશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, જિલ્લા ભાજપ મંત્રી ડૉ. વિનુ ભંડેરી, ધુંવાવ ગામના સરપંચ કાનાભાઈ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ડો.વસોયા, અગ્રણી સૂર્યકાંત મઢવી, ભાનુ ચૌહાણ, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી. કે. પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીઓ અને ધુંવાવ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ધુંવાવ ખાતેથી “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ કરાવતા કૃષિ પ્રધાન આર.સી.ફળદુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.