જામનગરઃ કોરોના વાઇરસને લીધે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે અંબર ચોકડી સર્કલ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે. જામનગરમાં lockdown ને આંશિક છૂટછાટ આપતા લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. જેના કારણે એસપી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે.
ખાસ કરીને અંબર ચોકડી પાસે કામ વિના ખોટી રીતે બહાર નીકળતા લોકો દંડાયા છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સામે કરવામાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પોલીસ વડાએ મંગળવારે જ ટુ વ્હીલર વાહન ચાલકો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. ખાસ કરીને ડબલ સવારી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરનામામાં જોગવાઈ કરવામાં આવી છે.