જામનગર: મહાનગર પાલિકામના પેટા કોન્ટ્રાક્ટર પરેશભાઈ ચોવટીયાએ કચેરી ખાતે નશાની હાલતમાં હોબાળો મચાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા બનાવાયેલા જીમ કૉમ્પ્લેક્સમાં પેટા કોન્ટ્રાક્ટર પરેશ ચોવટીયા દારૂના નશામાં ઘૂસી આવ્યા હતા અને ધમાલ મચાવી હતી. જેથી આ મામલો શાંત કરવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, પેટા કોન્ટ્રાક્ટરે નશાની હાલતમાં જામનગર મહાનગરપાલિકાનું બિલ્ડીંગ ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. જો કે, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પેટા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.