ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી મતદાન કરવાનું ટાળતા હોય છે. પોતાનું રોજીંદુ કામ તેમજ અન્ય બહાના બતાવી મતદાનથી દૂર ભાગતા હોય છે. તેથી આ લોકશાહીમાં તમામ લોકો મતદાન માટે આગળ આવે તે જરુરી છે. તે માટે જામનગરની વિવિધ શાળઓના વિદ્યાર્થિઓએ પોતાના માતા-પિતાને સંબોધીતપત્રો લખી મતદાન કરવા પ્રેરણા આપી હતી.
આમ તો, facebook અને whatsappના યુગમાં પત્રવ્યવહારનું સ્થાન નહિવત છે.પરંતુ વિદ્યાર્થિઓએ જામનગર જિલ્લામાં 65 હજાર જેટલા પત્ર લખી વાલીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.