ETV Bharat / state

સિક્સરના શહેનશાહ સલીમ દુરાનીની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત - જામનગરમાં ક્રિકેટને ખૂબ પ્રોત્સાહન

જામનગર એ ક્રિકેટરોની ભૂમિ છે અહીંથી અને ક્રિકેટરો ભારતીય ટીમને મળ્યા છે. રાજાશાહી વખતથી જામનગરમાં ક્રિકેટને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. રણજીતસિંહના નામે રણજીત ટ્રોફી પણ રમાઇ રહી છે. તો વિનુ માંકડ બેસ્ટ ઓલ રાઉન્ડર હતા. ત્યારબાદ અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજાની ભેટ પણ ભારતીય ટીમને મળી છે. ત્યારપછી જજે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ પર્ફોમન્સ કરી રહ્યો છે. ભારતના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારા જામનગરના રત્ન સમાન લેજન્ડરી ક્રિકેટર સલીમ દુરાનીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં એમણે પોતાની અનસુની કહાની ETV ભારત સાથે શેર કરી હતી.

સિક્સરના શહેનશાહ સલીમ દુરાની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત

author img

By

Published : Dec 9, 2020, 9:45 PM IST

Updated : Dec 9, 2020, 10:38 PM IST

  • ક્રિકેટમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારા લેજન્ડરી ક્રિકેટર સલીમ દુરાની
  • ક્રિકેટ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ તેઓએ કર્યો છે અભિનય
  • સલીમ દુરાની દેશ-વિદેશમાં બેસ્ટ ક્રિકેટ રમી પ્રખ્યાત થયા

જામનગર : આ શહેર ક્રિકેટરોની ભૂમિ છે, અહીંથી અનેક ક્રિકેટરો ભારતીય ટીમને મળ્યા છે. રાજાશાહી વખતથી જામનગરમાં ક્રિકેટને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. જામ રણજીતસિંહના નામે રણજીત ટ્રોફી પણ રમાઇ રહી છે. તો વિનુ માંકડ બેસ્ટ ઓલ રાઉન્ડર હતા. ત્યારબાદ અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજાની ભેટ પણ ભારતીય ટીમને મળી છે. ત્યારપછી જજે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ પર્ફોમન્સ કરી રહ્યો છે. ભારતના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારા જામનગરના રત્ન સમાન લેજન્ડરી ક્રિકેટર સલીમ દુરાનીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં એમણે પોતાની અનસુની કહાની ETV ભારત સાથે શેર કરી હતી.

સિક્સરના શહેનશાહ સલીમ દુરાની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત
વિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર સલીમ દુરાની

જામનગરમાં રહેતા અને ક્રિકેટની દુનિયામાં વિખ્યાત નામ ધરાવતાં અને આજના યુવા ક્રિકેટરો માટે પણ દ્રષ્ટાંત રૂપ અને સિકસરના શહેનશાહ ગણાવાયેલા સલીમ દુરાની જામનગર ખાતે ગેલેકસી ટોકીઝ સામે ધણશેરીની ખાડમાં રહે છે. સમયાંતરે અચુક તેઓ ક્રિકેટ બંગલાની મુલાકાતે જાય છે. આજે પણ જયારે નવ લોહીયા ક્રિકેટરો દુરાની સાહેબને જુએે છે. ત્યારે એમની પાસે દોડી જાય છે અને અત્યંત માયાળુ સ્વભાવના કારણે તેઓ ખાસી એવી લોકપ્રિયતા પણ ધરાવે છે. સલીમ દુરાની વિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર છે કે, જેમણે પોતાના કાળમાં સીકસરના શહેનશાહ તરીકેનું બિરૂદ મેળવ્યું હતું. 11 ડીસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાનીને બે દિવસ બાદ જ એમના જન્મદિન નિમિતે 85 વર્ષ પૂર્ણ થશે અને 86 વર્ષમાં તેઓ પ્રવેશ કરશે. આમ તો સલીમ દુરાનીએ પોતાના ક્રિકેટ કાળમાં અનેક ઇતિહાસ રચ્યા છે. 13 વર્ષ સુધી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતાં અને 1964માં એમણે ભારતના પ્રથમ ક્રિકેટર તરીકે અર્જુન એવોર્ડ મેળવ્યો હતો.

અર્જુન એવોર્ડથી સન્માનિત થયા છે દુરાની

વિશ્વ વિખ્યાત પૂર્વ ભારતીય ક્રિકેટર અને જામનગરના ઘરેણા સમાન સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમ વતી 29 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. ક્રિકેટ ઉપરાંત તેઓએ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમની સફળ ક્રિકેટ કારર્કીદી બદલ ભારત સરકાર દ્વારા તેઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ક્રિકેટર પિતાના પુત્રએ સિક્સરના શહેનશાહ તરીકે બિરુદ મેળવ્યું

અફઘાનિસ્તાનમાં જન્મેલા જામનગરના પનોતા પુત્ર સલીમ દુરાનીના પિતાજી અઝીઝ દુરાની પોતે પણ એક ક્રિકેટર હતા. ભારત પાકિસ્તાનના ભાગલા થતા તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જોકે, પુત્ર સલીમ દુરાનીને જામનગર ખાતે રાખવામાં આવ્યા હતા. અહીં 11 વર્ષની ઉંમરે જ સલીમ દુરાનીએ ક્રિકેટમાં ડંકો વગાડ્યો હતો. બાદમાં સલીમ દુરાનીના પિતાએ પાકિસ્તાનમાં ક્રિકેટરો તૈયાર કરવાનું બીડું ઝડપ્યું હતું. અનેક નવલોહિયા યુવકોને અજીઝ દુરાનીએ ક્રિકેટર બનાવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝની શોધ અજીઝ દુરાનીએ કરી હતી. તેઓ પાકિસ્તાનમાં માસ્ટર દુરાની તરીકે પ્રખ્યાત થયા હતા.

NO દુરાની NO ટેસ્ટના લાગ્યા હતા પોસ્ટર

દુરાનીએ 25 જેટલા ટેસ્ટ રમ્યા છે. જેમાં 1200 થી વધુ રન બનાવ્યા છે અને 85 જેટલી વિકેટ ઝડપી છે. લાંબી સિક્સર મારવી એ દુરાનીનો પહેલેથી જ શોખ હતો. ટેસ્ટ મેચમાં તેઓ ધૂંઆધાર બેટિંગ કરતા હતા. જેના કારણે દર્શકો પણ સલીમ દુરાનીના ચાહક બની ગયા હતા. એક વખત દુરાનીને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેડિયમની બહાર લોકો પોસ્ટર લગાવી સલીમ દુરાનીને ફરી ટીમમાં લેવા માટે માંગણી કરતા જોવા મળી રહ્યા હતા.

સલીમ દુરાનીના મિત્રએ કહી અનસુની કહાની

જામનગરના વામનભાઈ જાનીએ રણજી ટ્રોફી રમેલા પ્લેયર છે. તેમને જામનગરના રાજવીઓએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. અહીં પણ તેમણે બેસ્ટ ક્રિકેટ રમ્યું હતું. તેઓ સલીમભાઈ સાથે નાનપણથી જોડાયેલા છે. તેઓ જણાવી રહ્યા છે કે, સલીમભાઈ દુરાનીના વખતે પુરતા સાધનો પણ મળતા ન હતા. આજના યુગમાં જે પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ ઉપયોગ ત્યારે થતો નહોતો. પણ સલીમ દુરાની સમગ્ર ભારતના તેમજ દેશ-વિદેશમાં બેસ્ટ ક્રિકેટ રમી પ્રખ્યાત થયા છે.

જામનગર ક્રિકેટરોની ભૂમિ પણ અહીં હજુ પણ સારું મેદાન નથી

જામનગર દેશને અનેક વિખ્યાત ક્રિકેટરો આપ્યા છે. પણ ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. કારણ કે, અત્યાર સુધીમાં જામનગરને સારું મેદાન મળ્યું નથી. જેના કારણે ફર્સ્ટ ક્લાસ મેચ પણ જામનગરને મળતી બંધ થઈ છે. જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે અજીતસિંહ પેવેલિયન આવેલું છે. જોકે, આ મેદાનમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મંજૂરી આપતું નથી. જેના કારણે જ છેલ્લાંં ઘણા સમયથી જામનગરમાં રણજી ટ્રોફીના મેચ પણ રમવાના બંધ થયા છે.

Last Updated : Dec 9, 2020, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.