- પતરાવાળા મકાનમાં રહેતા વૉર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર સાથે ખાસ વાતચીત
- સાદા મકાનમાં રહી આ કોર્પોરેટર 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે
- સ્થાનિક લોકોમાં ધરાવે છે લોકપ્રિયતા
જામનગર: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં રહેલા દેવસી આહીર સાદગીપૂર્ણ રીતે રાજનીતિમાં જોડાયેલા છે, કારણકે તેઓ હજુ પણ સાદા મકાનમાં રહે છે. જોકે સાદગી પૂર્ણ રીતે રાજનીતિમાં જોડાયેલા દેવસી આહીર સ્થાનિક લોકોમાં લોકપ્રિયતા ધરાવે છે, જેના કારણે તેઓ છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. જામનગરમાં વૉર્ડ નબર 15માં છેલ્લા 20 વર્ષથી ચૂંટાઇ આવતા દેવસી આહીરની રાજનીતિ જરા હટકે છે.
વૉર્ડ નંબર 15એ કોંગ્રેસનો ગઢ
જામનગરમાં ભાજપનું શાસન 25 વર્ષથી છે. જોકે વૉર્ડ નંબર 15એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બને છે. દેવસી આહીર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. વૉર્ડ નંબર 15માં 21 હજારની વસ્તી છે.
મતદારોના મિજાજને પારખવામાં પાવરધા કોર્પોરેટર દેવસી આહીર
રાજનીતિની સાથે સાથે દેવસી આહીર હોસ્પિટલમાં લોકોની સેવા કે કામગીરી કરવામાં પણ અગ્રેસર હોય છે. રોજ બે કલાક જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરે છે અને મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જે મોક્ષ ફાઉન્ડેશન કોરોના કાર્ડમાં 1500થી વધુ લોકોના અગ્નિસંસ્કાર કર્યા છે તો સાથે સાથે જનરલ બોર્ડમાં હંમેશા પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવામાં પણ માહેર ખેલાડી છે. દેવસી આહિરે વૉર્ડ નંબર 15માં સામાન્ય પતરાવાળા મકાનમાં રહે છે અને અત્યાર સુધીમાં અનેક રાજકારણીઓને હરાવી ચૂક્યા છે.