જામનગર: આજે સવારે જામનગરની ભાગોળે આવેલા ખીજડીયા બાયપાસ નજીકની સમરસ હોસ્ટેલ સામેના રોડ પરથી કારમાં ગોળી મારી ધરબેલી હાલતમાં (Jamnagar Sarpanchs son suicide) જય પીઠાભાઈ ડેર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવના પગલે પંચકોષીએ ડિવિઝન એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભોગગ્રસ્ત મૃતક જામનગરમાં રહેતા પીઠાભાઈ ડેરનો પુત્ર જય હોવાનું સામે આવતા આહીર સમાજના અગ્રણીઓ અને ડેર પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો.
![સરપંચ પુત્રે લમણે ગોળી મારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-yuvak-mot-10069-mansukh_18092022194918_1809f_1663510758_281.jpg)
ગોળી મારેલી અને હાથમાં પિસ્તોલ: કારની ડ્રાઇવિંગ સીટ પર જ લમણે ગોળી મારેલી અને હાથમાં પિસ્તોલ રહી ગયેલી હાલતમાં યુવાનના મૃતદેહનો (Jamnagar highway Sarpanchs son dead body) પોલીસે કબજો સંભાળ્યો હતો. ઘટના સ્થળનું પંચનામું કરી પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. કારની ડાબી સાઈડ ક્ષતિગ્રસ્ત અને કાચ તૂટેલો હોવાથી આ બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે. તેમજ મૃતકની હાલત (Sarpanchs son shot and killed himself) પણ શંકા ઉપજાવે છે, એવું પોલીસનું કહેવું છે. કારણ કે જે રીતના લમણે ગોળી વાગી છે અને ત્યારબાદ હાથમાં પિસ્તોલ રહી ગઈ છે, તે બાબત પણ શંકા પ્રેરે છે.
![સરપંચ પુત્રે લમણે ગોળી મારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-yuvak-mot-10069-mansukh_18092022194918_1809f_1663510758_908.jpg)