તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને 10 ડિસેમ્બરના રોજ શાંતિ માટેનું નોબૅલ પારિતોષિક મળ્યું હતું. જેની યાદમાં તિબેટીયન લોકો દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ પોતાના કામધંધા બંધ રાખી અને પૂજા અર્ચના કરે છે.
તિબેટના રેફ્યુજી તિબેટીયન લોકો સાથે જામનગરના જામ સાહેબનો વર્ષો જૂનો સબંધ છે. તિબેટીયન લોકો આજે પણ જામનગરના રાજવી જામ સાહેબને પોતાના ભગવાન માની રહ્યા છે. કારણ કે, છેલ્લા 20 વર્ષથી તિબેટથી અહીં વેપાર અર્થે આવતા તિબેટીયન લોકોને વિનામૂલ્ય જમીનની ફાળવણી કરવામાં આવે છે.