તદ્ઉપરાંત ધર્મેન્દ્રસિંહે ખેડૂતો નવા બિયારણો, જૈવીક ખાતરનો ઉપયોગ કરીને ખેતપેદાશોને વધુ ગુણવતાલક્ષી બનાવી પોષણક્ષમ ભાવો મેળવે અને આવશ્યકતા અનુસાર આ પેદાશોની નિકાસ થકી ખેડૂતો પણ વધુ સમૃધ્ધ બની શકે તે માટે પરંપરાગત ખેતીની જગ્યાએ આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીને બદલાવ લાવવો જોઇએ તેમ કહ્યું હતું. ધારાસભ્ય અને APMCના ચેરમેનશ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં જોયેલા સ્વપ્ન એટલે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે લક્ષ્યાંક સાથે ખેડૂતોના હિતાર્થે વિવિધ યોજનાઓનું અમલીકરણ થઈ રહેલ છે.
આ કાર્યક્રમમના અગ્રણી ડાંગરભાઈએ પણ ડીપ ઈરીગ્રેશન વિશે માહિતી આપી હતી તેમજ વૈજ્ઞાનિક ડૉ.કે.ડી.મુંગરા અને જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીના ડૉ.જે.આર.ડામોરએ ખેડૂતોની આવક બમણી કરવા માટે મગફળી તથા કપાસ જેવા પાકોનું વાવેતર, રાસાયણિક તથા સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને જીવાતના નિયંત્રણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
બાજરા સંશોધન કેન્દ્વ જામનગરના ડૉ.કડવાણીએ સ્થાનિક કૃષિ પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપી તેમને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા અને નિરાકરણ માટે કૃષિ ગોષ્ઠી કરી હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતમાં સર્વ અલ્તાફભાઈ સમાએ સજીવ ખેતીના પ્રયોગો અને પોતાના અનુભવો અને સફળતા વિશે જણાવ્યું હતું.
તેમજ આ પ્રસંગે ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે પશુપાલન બાબતે પ્રગતિશીલ ખેડૂતોમાં વસોયા જ્યોત્સનાબેન, પીપળીયા જયશ્રીબેનને 10 હજાર રૂપીયાનો ચેક, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે ખેડૂતો માટે વિવિધ વિભાગો તેમજ બેંક અને સંસ્થાઓ દ્વારા માહિતી સભર પ્રદર્શન અને માર્ગદર્શન સ્ટોલો ઊભા કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેક્ટર યોગેશ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવીયા, APMCના વાઈસ ચેરમેન ધીરૂ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, સહકારી મંડળીના સભ્યો, વેપારી એસોસીએશનના સદસ્યો, ખેતીવાડી વિભાગના અને પશુપાલન વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.