જામનગર: ધ્રોલ, જોડિયા, કાલાવડ સહિતના વિસ્તારોમાં અનેક સિંચાઇના પડતર કામો મામલે ગાંધીનગર સુધી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે રજૂઆતો કરી છે.જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના ફુલઝર -૧ મધ્યમ કક્ષામાં ડેમની કેનાલને કટીંગ કેનાલમાં ફેરવવા
- જોડીયા તાલુકાના બેરાજા અને બારાડી ગામે કંકાવટી નદી પર સેલાનીપીરની જગ્યા પાછળનો ક્ષાર અંકુશ વિભાગ હસ્તકનો ચેકડેમ રીપેર કરવો
- બાલાચંડી દરીયાનો પારો બાંધવો
- જોડીયા તાલુકાના ખીરી ગામે આવેલ બંધારાની ૨ ફુટ ઉચાઈ વધારવી,
- ફૂલઝર -૧ ( દુધાળા ) ડેમની વેણ કેનાલ માંથી લીફટ કેનાલ કરવી
- જામનગર જિલ્લાની ઉંડ -૧ સિંચાઈ યોજનાની કટીંગ કેનાલના કામની નવી એજન્સી આપી સત્વરે કામ પૂરું કરવું
- ઉડ -૧ સિંચાઈ યોજના હેઠળની કેનાલના કામની એજન્સીને સત્વરે ટર્મીનેટ કરી નવી એજન્સી ફીકસ કરી કામ તાકીદે પુર્ણ કરાવવું
- ઉંડ નદી ઉપર ભાદરા ગામે ચેકડેમ બનાવી આપવો,
- જોડીયા તાલુકાના તારાણા ગામ પાસે આજી નદી પર સિંચાઈ ડેમના હેઠવાસમાં ટીચીંગનું કામ કરવું
- જોડીયા તાલુકાના દરીયા કાંઠે આવેલ રેકલેમેશનનો પાળો રીપેર કરવા જેથી ખેડૂતોની જમીનમા ખારાશ ફેલાતી અટકે
- જામનગર તાલુકાના વિજરખી સિંચાઈ યોજનાની કેનાલને ડીપ કેનાલમાં પરીવર્તીત કરવી
- ધ્રોલ તાલકામાં અતિવૃષ્ટીથી તુટેલા તળાવો તથા વેસ્ટવિયર રીપેર કરવા,ઉંડ -૧ , ઉડ -૨ , કંકાવટી , ફુલઝર, વોડીસંગ સિંચાઈ યોજનાઓની કેનાલાને કટીંગ કેનાલમાં પરીવર્તીત કરવાની મંજુરી આપવી
- જોડીયા બંધારા યોજનાની પણ મંજુરી આપવી,બાલના બંધારણા યોજના પાળો રીપેર કરાવવો
- વોડીસંગ સિંચાઈ યોજનામાં એડીશનલ માઇનોર કટીગ નહેરને બદલે બંધ પાઈપ નહેર બનાવવી
- જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ ( વોટસેડ ) અંતર્ગત થયેલ ચેકડેમો ને પણ સત્વરે રીપેરીંગ કરવા
- બેલા ગામથી પશ્ચિમ દિશામાં આવેલ ડેમી નદી પર કોઝવે કમ ચેકડેમ બનાવવો
- જાંબુડા ગામે આવેલ આંધણીની ધારવાળો ચેકડેમ ત્થા ખોડીયાર માતાના ધનામાં આવેલ ઓરીયા વાળો ચેકડેમ રીપેર કરાવવાની રજુઆત કરાઈ છે.
તેમજ જગા ગામે બસીયા વોકળા ઉપર ચેકડેમ બનાવવો,કંકાવટી નદી પર રીવર રીઝવેશન પ્રોજેકટ (આર.આર.પી.) અંતર્ગત ચેકડેમો બનાવવા,જામનગર તાલુકાના લોઠીયા થી ખોજા બેરાજા રોડ પર રાડિયા વિસ્તારનો ચેકડેમ રીપેર કરવા જામનગર તાલુકાના ચંગા ગ્રામ પંચાયત કચેરી પાસેથી સામાકાઠે રંગમતી નદી ઉપર કોઝવે બનાવવો
ધ્રોલ તાલુકાના લતીપર ગામે આવેલ ચેકડેમ નં.૨ અને ૩ રીપેરીંગ કરવા આમ 24 મુદ્દાઓની રજુઆત જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્ય તેમજ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગમા ઇજનેરથી લઈને વર્ક આસિસ્ટન્ટ વગેરે સ્ટાફ નહિવત હોવાના કારણે સરકારે કામોનો નિકાલ થઈ શકયો નથી. ત્યારે હવે જોવું રહ્યું કે ,તાલુકાના સિંચાઇના લગતા પ્રશ્નોની રજૂઆત ઉચ્ચ કક્ષાએ થયા બાદ કામોમાં ગતિ આવશે કે નહીં ..?