જામનગર: જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં મોડી રાત્રે પોલીસકર્મીએ પોતાની પત્ની સાથે આપઘાત કર્યો હતો, જો કે, આવું શું કામ કર્યું તે હજી સુધી અકબંધ છે. પોલીસકર્મી ભરતભાઈ જાદવ અને તેમની પત્નીએ હેડક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસકર્મી અને તેની પત્નીએ આપઘાત કરી લેતા 6 મહિનાનું બાળક નિરાધાર બની ગયું છે. પતિ-પત્નીએ સાથે આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, આપઘાતનું ખરું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.