જામનગર : ગુજરાતમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. લોકો નાની નાની વાતો ઉશ્કેરાઈને હત્યાને (Murder case in Jamnagar) અંજામ આપતા હોવાનો બનાવ સતત સમાચાર આવતા રહે છે, ત્યારે જામનગરના તાબેના પસાયા બેરાજા વાડી વિસ્તારમાં એક કિશોરની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Jamnagar Crime News)
તીક્ષ્ણ હથિયારોથી હત્યા મળતી માહિતી મુજબ પસાયા બેરાજા વાડી વિસ્તારમાં (murder case Boy in Jamnagar) આશરે 14 વર્ષના એક કિશોરની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. લોકોને ઘટનાની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસને જાણ થતાં તેઓ બનાવ સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Killed in Pasaya Beraja Wadi area)
મૃતદેહનો કબ્જો લઈ તપાસનો ધમધમાટ બનાવની જાણ થતા પંચકોશી-એ PSI સોઢા અને LCBની ટુકડી (Jamnagar Police) તાકીદે સ્થળ પર જવા રવાના થઇ હતી. પ્રાથમિક વિગતો અનુસાર, પસાયામાં વાડી વિસ્તાર ખાતે રહેતા ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના 14 વર્ષના પંકેશ ડામોર નામના કિશોરની કોઇએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા નિપજાવ્યાનું બહાર આવ્યું હતું. આથી પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી વાડી વિસ્તારમાં તપાસનો ધમધમાટ આદર્યો હતો.