'મહા' વાવાઝોડાની અસરથી જામનગર પથકમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે જામજોધપુરમાં પણ વરસાદ પડતાં જગતના તાતની મોંઘી મગફળી પલળી ગઈ હતી. હજારો ગુણો મગફળી પલળી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
વર્ષ દરમિયાનવ મહેનત કરી મગફળીની માવજત કર્યા બાદ વરસાદ વિલન બન્યો અને હાથમાં આવેલ કોળિયો જગતના તાત પાસેથી ઝૂંટવી લે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.