- જામનગરથી હરિયાણાના ગુડગાવમાં મોકલાયો ઓક્સિજન
- સવારે હાપા રેલવે સ્ટેશનથી ચાર ઓક્સિજન ટેન્ક ઓક્સિજન એક્સપ્રેસમાં સવારે સાડા છ વાગ્યે મોકલાયો
- ગુજરાતમાં 400ટન તેમજ અન્ય રાજ્યોમાં 350ટન ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે
જામનગરઃ અગાઉ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ઓક્સિજન મોકલવામાં આવ્યો છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં 1000 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃ મુંબઈ મહાનગર વિસ્તારમાં પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પહોંચી
રોજના 700ટન ઓક્સિજનનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે
જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં રોજ ઓક્સિજનનો તમામ જથ્થો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રોજના 700ટન ઓક્સિજનનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં 400ટન તેમજ અન્ય રાજ્યોમાં 350ટન ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતથી 4 દિવસમાં 200 મેટ્રિક ટન ઓક્સિજન મધ્યપ્રદેશમાં મોકલાયો
85.23 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો
અન્ય રાજ્યોને ઓક્સિજન સહેલાઇથી મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન એક્સપ્રેસ 24 કલાકમાં જે તે રાજ્યમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવે છે. હરિયાણાના ગુડગાવમાં મોકલવામાં આવેલો ઓક્સિજનનો જથ્થો 85.23ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો છે. હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસનો બીજો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. અગાઉ પણ મહારાષ્ટ્રમાં એક ટ્રેન મોકલવામાં આવી હતી.