- ધ્રોલમાં પોલીસ વેપારીઓ વચ્ચે માસ્કને લઇ ઘર્ષણ
- માસ્ક મુદ્દે વેપારીને માર માર્યો
- બે પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ
જામનગર: માસ્ક મામલો વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. ધ્રોલના નાગરીક દિગ્વિજયસિંહ ઝાલાને પોલીસે બેફામ માર મારતા રાજકોટ સારવારમાં ખસેડાયા, ત્યારે આજે ધ્રોલ બંધનું એલાન વેપારીઓએ સજજડ બંધ પાડ્યો છે. માસ્કનો દંડ ભરવા તૈયારી બતાવા છતાં દિગ્વિજયસિંહ ઝાલાને ઢસળીને બેફામ મારકુટ કરતા પોલીસમેન મહીપતસિહ સોલંકી અને નીલેશ ભીમાણી સામે ગંભીર આક્ષેપો સાથે વેપારી આલમમાં રોષ સાથે ધેરા પડઘા.
આ પણ વાંચોઃ સામાન્ય રીતે માસ્ક વગરના લોકોને દંડ ફટકારાતી પોલીસ માસ્ક મફત આપતા લોકો અચંબીત
માસ્ક મુદ્દે વેપારીઓ પોલીસ વચ્ચે ઘર્ષણ
આજે રવિવારના રોજ પોલીસ દમનના વિરોધમાં વેપારીઓ બંધના એલાનની જાહેરાત કરી છે. આજે ધ્રોલની તમામ બજારો પોલીસના દમનકારી વલણના કારણે સજ્જડ બંધ જોવા મળી રહી છે. ગોલમાલ અગાઉ પણ પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં વેપારીઓને માર માર્યાની ઘટના સામે આવી હતી. તો આ વખતે પણ બે પોલીસ કર્મીઓએ વેપારીઓને ઢોર માર મારતા બંને પોલીસ કર્મી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે અરવલ્લીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત, માસ્ક પહેર્યા વગર સંબોધી સભા
ધ્રોલમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે ના ઘર્ષણની ઘટ
ધ્રોલમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે ના ઘર્ષણની ઘટના છેક ગાંધીનગર સુધી પહોંચી છે. રૂરલ પોલીસે ધ્રોલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. તો વેપારીને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ (G.G. Hospital)માં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ધ્રોલમાં મસ્ક મુદ્દે વેપારીને માર
ધ્રોલમાં આ મસ્ક મુદ્દો ગરમાતા વાત પહોંચી ગૃહપ્રધાન સુધી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન લખધીરસિંહ જાડેજાએ કરી પ્રદિપસિંહ જાડેજાને ટેલીફોનિક કરી રજૂઆત ક્ષત્રીય સમાજ આ બનાવથી ભારે નારાજગી જોવા મળી રહી છે.