જામનગર : જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નદાણીયા હોબાળો મચાવ્યો હતો. કેસ્ટેન્ડિંગ બેઠકની (Standing seat in Jamnagar) ચર્ચામાં ન બોલાવતા હોબાળો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર પર ભ્રષ્ટાચારનો (BJP Accused of Corruption in Jamnagar) આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડની આગેવાનીમાં સ્ટેન્ડિંગ કમિટી હોલ સામે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને તમામ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર (Congress Women Corporator in Jamnagar) રચના નંદાણીયા ભાવુક બન્યા હતા અને રડતા રડતા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ Union Budget 2022 : રાજય પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ બજેટને આવકાર્યું, શુ કહ્યું જાણો
બજેટ વિશે ચર્ચામાં વિરોધ પક્ષ આમંત્રણ નહીં : કોંગ્રેસ
જો કે શાસક પક્ષ જણાવી રહ્યું છે કે સંકલનની બેઠક (Coordinating meeting in Jamnagar) હતી. જેમાં શહેર પ્રમુખ તેમજ પૂર્વ શહેર પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંકલન બેઠકમાં અન્ય કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું નથી. તો કોંગ્રેસના કોર્પોરેટર આરોપ લગાવી રહ્યા છે કે જામનગર મહાનગરપાલિકાનું બજેટ વિશે ચર્ચા (Budget Discussion in Jamnagar) કરવા માટે આ બેઠક મળી હતી. જેમાં એક પણ વિરોધ પક્ષના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું નથી.