- સીઝનના નવા ધાણાની આવક શરૂ થઇ
- પ્રથમ દિવસે 160 જેટલી બોરીની આવક થઈ
- ખેડૂતોને ઘણાના ભાવ પણ સારા મળ્યા
જામનગર: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી સીઝનના નવા ધાણાની આવક શરૂ થઇ છે. જેમાં પ્રથમ દિવસે 160 જેટલી બોરીની આવક થઈ છે અને ખેડૂતોને ઘણાના ભાવ પણ સારા મળ્યા છે.
યાર્ડમાં પ્રથમ દિવસે 160 બોરીની આવક
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતમાં સૌથી વધુ મગફળીના ભાવ ખેડૂતોને મળ્યા છે. તો અજમાની આવક પણ શરૂ થઈ છે. ત્યારે હવે ધાણાનો પાક થઈ જતા યાર્ડમાં નવા ધાણાની આવક થઈ છે.
મગફળી બાદ અજમાના ભાવ પણ ખેડૂતોને ઉંચા મળ્યા
જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીનો ઉંચો ભાવ મળ્યો હતો. તો અજમાના ભાવ પણ યાર્ડમાં આસમાને હતા.જેનાથી હાલર પંથકના ખેડૂતોને વધુ ફાયદો થયો છે. આમ, હાલાર પથકમાં આ વર્ષે ચોમાસુ વરસાદ વધુ પડ્યો છે અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે.