જામનગર: હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. NDRFની ટીમ સોમવારથી જ જામનગર આવી પહોંચી છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મોટાભાગના તાલુકાઓમાં 100 ટકા વરસાદ ખાબક્યો છે.
ETV ભારત સાથેની વાતચીતમાં NDRFના ઇન્સ્પેક્ટર સૂર્યકાન્તકુમારે જણાવ્યું કે, તેઓ આધુનિક સાધનો સાથે સજ્જ છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં NDRFના જવાનો બચાવ કામગીરી કરી શકે તેવી ટ્રેનિંગ આપવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRFની ટીમ જામનગર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જામનગર અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારે વરસાદના કારણે નદીમાં પૂર કે વધુ પડતા પાણી ભરાઇ જતાં લોકોની સલામતી માટે જામનગરમાં NDRFના 25 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે.હાલાર પંથકમાં પૂરની પરિસ્થિતિ અથવા કોઈ પણ કુદરતી આપતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે NDRFના 25 જેટલા જવાનો જામનગરમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત NDRFના જવાનો પાસે પાણી બોટ, ઇલેક્ટ્રિક બોટ, નાઈટ વિઝન કેમેરા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.