જામનગર: જામજોધપુરના ગઢકડા ગામે લોકડાઉનમાં જૂની અદાવતમાં સરપંચના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ચૂંટણીનું મનદુઃખ અને જમીન મામલે હુમલો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જેમા મુશ્તાક ઓસમાણ સફિયા નામના યુવકનું મોત થયું છે. અન્ય એક શખ્સ હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી છે તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.