ETV Bharat / state

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જામનગરમાં પાણી સમિતિની બેઠક યોજાઈ - gujarati news

જામનગર: જિલ્લામાં પાણી સમિતિની બેઠક કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે અને ઘાસની જરૂરીયાત અને તેના જથ્થા તેમજ ગોડાઉન અંગેને સમીક્ષા કરવામાં આવી હતી.

કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ
author img

By

Published : Jul 9, 2019, 7:35 AM IST

જિલ્લામાં પાણી સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં કલેકટર રવીશંકર દ્વારા પાણીનો સંગ્રહ અને જમીન રિચાર્જ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વ્યુહરચનાઓ ઘડવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક વિસ્તારમાં પાણીની જરૂરીયાત, તેનો વપરાશ અને સંગ્રહ અંગેની કામગીરી તુરંત કરવાની સુચના પણ જે તે વિભાગને આપી હતી.

જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા કુલ 431 ગામ અને પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાંથી કુલ 130.10 એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ 24 ગામ અને 64 પરા વિસ્તારમાં 10,000 લીટરના કુલ 214 ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયા, પ્રાંત અધિકારીઓ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર કોટા અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની

પાણી સમિતિની બેઠક યોજાઈ

કલેકટરશ્રી દ્વારા લોકોને પાણીનો સંગ્રહ અને જમીન રિચાર્જની પધ્ધતિઓ અપનાવવા અપીલ કરાઈ

જામનગર, તા.૦૮ જુલાઈ, જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે અને ઘાસની જરૂરીયાત અને તેના જથ્થા તેમજ ગોડાઉન અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રવીશંકર દ્વારા પાણીનો સંગ્રહ અને જમીન રિચાર્જ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વ્યુહરચનાઓ ઘડવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત દરેક વિસ્તારમાં પાણીની જરૂરીયાત, તેનો વપરાશ અને સંગ્રહ અંગેની કામગીરી તાકીદ કરવાની સુચના પણ લગત વિભાગને આપી હતી.

જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૮૫, સ્વતંત્ર સોર્સ દ્વારા ૦૯, ટેન્કર દ્વારા ૪ ગામ/ ૨૩ પરા તેમ કુલ ૯૮ ગામ/પરાઓને, લાલપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૮, સ્વતંત્ર સોર્સ દ્વારા ૦૭, ટેન્કર દ્વારા ૮ ગામ/ ૧૮ પરા તેમ કુલ ૭૩ ગામ/પરાઓને, ધ્રોલ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૧૫, જુથ યોજના દ્વારા ૨૫, સ્વતંત્ર સોર્સ દ્વારા ૧, ટેન્કર દ્વારા ૨ પરા તેમ કુલ ૪૧ ગામ/પરાઓને, જોડીયા તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૪૯, સ્વતંત્ર સોર્સ દ્વારા ૨, ટેન્કર દ્વારા ૧ ગામ/ ૪ પરા તેમ કુલ ૫૨ ગામ/પરાઓને, કાલાવડ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૬૯, સ્વતંત્ર સોર્સ દ્વારા ૨૩, ટેન્કર દ્વારા ૬ ગામ/ ૧૦ પરા તેમ કુલ ૯૮ ગામ/પરાઓને, જામજોધપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૪, સ્વતંત્ર સોર્સ દ્વારા ૧૦, ટેન્કર દ્વારા ૫ ગામ/ ૭ પરા તેમ કુલ ૬૯ ગામ/પરાઓને, જામનગર જિલ્લાના તાલુકાઓમાં નર્મદા પાઈપલાઈન દ્વારા કુલ ૩૩૦, જુથ યોજના દ્વારા કુલ ૨૫, સ્વતંત્ર સ્ત્રોત દ્વારા કુલ ૫૨, ટેન્કર દ્વારા ૨૪ ગામ/ ૬૪ પરા તેમ કુલ ૪૩૧ ગામ અને પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદામાંથી ૫૬ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૫.૫૦ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી ૨ એમ.એલ.ડી. આમ કુલ ૬૩.૫૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત ૧૨૭.૨૦ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી ૬૪.૪૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૬૫.૭૦ એમ.એલ.ડી. આમ કુલ ૧૩૦.૧૦ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ ૨૪ ગામ અને ૬૪ પરા વિસ્તારમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૨૧૪ ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા, પ્રાંત અધિકારીશ્રીઓ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી કોટા અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.