ETV Bharat / state

જામનગરમાં 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં પોલીસ દ્વારા શનિવારના રોજ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે દરમિયાન એક શખ્સના રહેણાંક મકાને રેડ કરતા તેના ઘરમાંથી વેચાણ અર્થે રાખેલો 1 કિલો 250 ગ્રામ ગાંજો તેમજ રૂપિયા 59,550ની રોકડ રકમ પણ મળી હતી.

Jamnagar Police
Jamnagar Police
author img

By

Published : Mar 7, 2021, 9:50 PM IST

  • જામનગરમાંથી 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
  • પોલીસે રોકડ સહીત 82,000નો મુદ્દામાલ કબ્જે કર્યો
  • પોલીસે બાતમીને આધારે કરી કાર્યવાહી

જામનગર : શહેર પોલીસ દ્વારા શનિવારના રોજ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે દરમિયાન દરબારગઢ, સૈયદ ફળીમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાં રેડ કરતા તેના ઘરમાંથી વેચાણ અર્થે રાખેલો 1 કિલો 250 ગ્રામ ગાંજો તેમજ રૂપિયા 59,550ની રોકડ રકમ મળી આવી હતી. જે બાદ પોલીસે આરોપીની આ અંગે પૂછપરછ કરતા બે આરોપીઓના નામ સામે આવ્યા છે. આ બન્ને પોલીસે તેની શોધખોળ હાથ ધરીને ત્રણય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કામગીરી હાથ ધરી હતી. આ આરોપીના મકાનમાંથી 1 કિલો 250 ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 12,500 તથા રૂપિયા 59,550ની રોકડ તેમજ રૂપિયા 50ની કિંમતના સ્ટીલના ડબ્બા મળી કુલ રૂપિયા 82,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો : નશામુક્ત જામનગર અભિયાન હેઠળ ટાઉનહોલમાં તાલીમ કાર્યક્રમ યોજાયો

પોલીસે ફરારી બન્ને આરોપીઓની તપાસ હાથ ધરી છે

પોલીસ પૂછપરછ દરમિયાન હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઈ સમા અને સોહિલ હનીફભાઈ સમા નામના બે શખ્સો ગાંજો વેચાણ કરવા માટે લાવ્યા હોવાનું નામ સામે આવ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ત્રણય વિરુદ્ધ સિટી A ડિવિઝન પોલીસ દફતરમાં NDPS એક્ટની કલમ 20(બી), 8(સી) તથા 29 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.