ETV Bharat / state

જામનગરમાં કેન્દ્રના નેશનલ હેલ્થ મિશન દ્વારા કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન માટે પસંદગી કરાઇ - Urban health center

જામનગર જિલ્લામાં કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં શહેરની કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન માટે પસંદગી કરવામાં આવી છે. તેણે સમગ્ર દેશમાં 89.12નો સ્કોર મોળવ્યો છે.

કામદાર આરોગ્ય કેન્દ્ર કોલોની
કામદાર આરોગ્ય કેન્દ્ર કોલોની
author img

By

Published : Jun 8, 2021, 2:10 PM IST

  • કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન પસંદગી કરાઇ
  • દેશમાં કુલ 177 આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ
  • કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રએ 89.12નો સ્કોર કર્યો

જામનગર : જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં શહેરની કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં કુલ 177 આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ છે. જેમાં જામનગરના કામદાર કોલીની અર્બન હેલ્થ સેન્ટરને પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રે કરવામાં આવેલા તમામ મુલ્યાંકનોમાં 89.12 ટકાનો સ્કોર હાંસલ કરી આ સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો : આરોગ્ય વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા vaccination awareness campaign

પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવને સંબોધીને પાઠવવામાં આવ્યો

આ અંગેની જાણ કરતો પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવ અને ડાયરેક્ટર વંદના ગુરૂનાની દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ એસ.રવિને સંબોધીને પાઠવવામાં આવ્યો છે. ભાવનગરના મથાવડા અને હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અમરેલીના ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગી આ પ્રમાણપત્ર માટે કરવામાં આવી છે.

પ્રમાણપત્રના મૂલ્યાંકન અને ગુણાંકન માટે ધ્યાનમાં લેવાય

વર્ચ્યુઅલ મુલ્યાંકન, રાજ્યનું પ્રમાણપત્ર, દસ્તાવેજની ચકાસણી, વૈજ્ઞાનિક અને કાયદાકીય પૂર્તિ, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા વગેરેના સ્કોરના આધારે આ સમગ્ર મૂલ્યાંકન અને ગુણાંકન કરવામાં આવે છે. આ સિવાય OPD, લેબોરેટરી, લેબર રૂમ, ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને સામાન્ય વહીવટ સહિતની બાબતોને પણ આ પ્રમાણપત્રના મૂલ્યાંકન અને ગુણાંકન માટે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો : માનસિક આરોગ્ય હોસ્પિટલમાં પણ નોંધાયા કોરોનાના કેસો

ગુજરાતના 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય

દેશના કુલ 177 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ માટે લાયક ગણવામાં આવ્યા છે. તેમાં ગુજરાતના 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આમ, જામનગરે ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ આ સન્માન પ્રાપ્ત કરીને આરોગ્ય ક્ષેત્રે પોતાનો પરચો લહેરાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.