ETV Bharat / state

ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા JMC કમિશનરનો આદેશ

જામનગર શહેરમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલ સંચાલકોને ફાયર સેફ્ટીની જોગવાઈઓનું ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવે તેમ જ બેદરકારી દાખવનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા JMC કમિશનરનો આદેશ
ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા JMC કમિશનરનો આદેશ
author img

By

Published : Dec 25, 2020, 1:25 PM IST

  • જામનગર જી. જી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મેડિકલ એસો. સાથે બેઠક યોજી
  • કમિશનર સતિષ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કડક કાર્યવાહીનો આદેશ
  • સુરક્ષા, સાધનો અને સુવિધાઓ ઊભી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી
  • ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરોઃ કમિશનર

જામનગરઃ શહેરમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને શહેર મ્યુનિસિપલ કમિશનર અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગરના હોદેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલ સંચાલકોને ફાયર સેફ્ટીની જોગવાઇઓનું ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવે તેમ જ બેદરકારી દાખવનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. કમિશનર સતીષ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં નાયબ કમિશનર, સિટી ઈજનેર, મેડિકલ ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગરના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

નિયત સમયે ફાયર એનઓસી નહીં મેળવનારી હોસ્પિટલને સીલ કરાશે
હોસ્પિટલોમાં આગની ઘટનાઓને અટકાવવા માટે સુરક્ષા, સાધનો અને સુવિધા ઊભી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમ જ દરેક હોસ્પિટલોને ફાયર સેફ્ટીની એનઓસી નિયમિત રિન્યૂ કરાવો. આ ઉપરાંત જે હોસ્પિટલોએ એનઓસી નથી મેળવી તેમને તાકીદે એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. નિયત સમય મર્યાદામાં એનઓસી નહીં મેળવનારી હોસ્પિટલ અને તેના સંચાલકો સામે સિલિંગ સહિતની કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.