ETV Bharat / state

જામનગર અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનોને પોલીસે વાનમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા

જામનગરમાં એરપોર્ટ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે આવતી કારે બાઇક સવારને અડફેટે લીધા હતા. બાઇકમાં સવાર બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ જામનગર પોલીસે માનવતા દાખવીને બંને યુવકોને પોલીસની ગાડીમાં જ દવાખાને લઇ જઇ સારવાર આપવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનોને પોલીસવાનમાં બેસાડી સારવાર અર્થે લઇ જવાયા

author img

By

Published : Dec 29, 2020, 9:43 AM IST

Updated : Dec 29, 2020, 9:54 AM IST

• જામનગરમાં એરપોર્ટ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

• અકસ્માતમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

• જામનગર એરપોર્ટ ખાતે ફરજ બજાવતા પીઆઈ ગઢવીએ દાખવી માનવતા

જામનગરઃ શહેરમાં સોમવારે એરપોર્ટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે આવી રહેલી કારે બાઈક સવાર બંને લોકોને અડફેટે લીધા હતા અને બંને યુવકો ગંભીર રીતે અકસ્માતમાં ઇજાગ્રસ્ત હતા.

જામનગર અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનોને પોલીસે વાનમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા

પોલીસે માનવતા દાખવી બંને યુવકોને પોલીસની ગાડીમાં લઇ દવાખાને ખસેડયા

આ અકસ્માત થયું ત્યારે જામનગર એરપોર્ટ ખાતે ફરજ બજાવતા પી.આઈ ગઢવી ત્યાંથી પોલીસ ગાડી લઈને પસાર થયા હતા. તેમણે અકસ્માત જોઈ અને તાત્કાલિક ગાડી ત્યાં થંભાવી દીધી હતી અને બંને ઘાયલ લોકોને પોલીસની ગાડીમાં લઈ પી.આઈ ગઢવી તાત્કાલિક હોસ્પિટલ જવા નીકળ્યા હતા. જો કે રસ્તામાં દિગ્જામ સર્કલ પાસે 108 ની ગાડી મળી જતાં તેમાં બંને યુવકોને ટ્રાન્સફર કર્યા હતા અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં બંને યુવકોને ઘાયલ અવસ્થામાં લઈ જવામાં આવ્યા છે. અહીં ડૉક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ યુવકોને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલ બંને યુવકોની જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બંનેની સ્થિતિ પણ સારી છે.

Last Updated : Dec 29, 2020, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.