જામનગર : આજરોજ જામનગરના નુરી ચોકડી પાસે આવેલા રાજાશાહી વખતના પુલમાં મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે દિવસ દરમિયાન અહીંથી ચારથી પાંચ હજાર જેટલા વાહન ચાલકો પસાર થતા હોય છે. જોકે રાજાશાહી વખતથી બનેલા આ બેઠા પુલ પર આજ સુધીમાં રીનોવેશનનું એક પણ કાર્ય કરવામાં આવ્યું નથી જેના કારણે આ પુલ અતિ જર્જરીત હાલતમાં હતો.
બે મહિના અગાઉ જ તંત્રને રજૂઆત જામનગરમાં નુરી ચોકડી નજીક બેઠા પુલ પર ભુવો પડવાની ઘટનામાં વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીની બે મહિના અગાઉ રજૂઆત છતા તંત્ર જાગ્યુ નહીં. જામનગર શહેરના નુરી ચોકડી નજીક બેઠા પુલ ઉપર આજે મોટો ભુવો પડવાની ઘટના અંગે જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના પૂર્વ નેતા વોર્ડ નંબર 12ના નગરસેવક અલ્તાફ ખફી દ્વારા બે મહિના અગાઉ જ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આજે આ બેઠા પુલ પર મોટો ભુવો પડ્યો અને જેના પગલે હજારો લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જામનગર મહાનગરપાલિકાનું અંધેર તંત્ર વિપક્ષના નગરસેવકોની આવી સાચી રજૂઆત માટે આખ ખાડા કાન કરીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને હંમેશા છાવરતું હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા આ અંગે મનપાના તંત્રને બે મહિના અગાઉ જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાઇ ને ખાસ કરીને હવે જ્યારે ચોમાસાનો સમય આવ્યો તેમ છતાં પણ આ નીંભર તંત્ર જાગતું નથી.
કોઈ પ્રકારની સફાઈ પણ નથી જ્યારે નુરી ચોકડી નજીકના બેઠા પૂલ પર સફાઈ કરવા અંગે પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં આ પુલની બંને બાજુ કોઈ પ્રકારની સફાઈ પણ મનપા દ્વારા કરવામાં આવી નથી. જેના કારણે પુલની બંને તરફ ભારે કચરો ભરાઈ જતા ચોમાસાના સમયમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.
દરબારગઢથી હાપા તરફ જતા માર્ગ રુંધાયો હાપા નજીકના બેઠા પિલ પર મોટો ભૂવો પડવાના કારણે દરબારગઢથી હાપા તરફ જતા માર્ગ પર બંને તરફના વિસ્તારના 20 હજારથી 25 હજાર લોકોનો વાહન વ્યવહાર ખોવાયો છે. ત્યારે વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીની આ મામલે તંત્રને આકરી ટકોર છે કે, તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિચારવામાં આવી છે.