જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 17 લાખ લોકોનું સ્કીનીંગ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં રિપીટ થીયરીથી લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 17 લાખ લોકોનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 7 લાખની વસ્તીનું સમયાતરે ચેકિંગ કરવામાં આવ્યું છે. જે બાદ શુક્રવારના રોજ સુધી કુલ 17 લાખ લોકોનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે.