જામનગર:બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2નું (Queen Elizabeth II of Britain) 96 વર્ષની વયે નિધન (Death of Elizabeth II) થયું છે. બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઇ છે. તેમના મૃતદેહને પેલેસમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બર લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર એબ્બે ખાતે થશે. એલિઝાબેથ 2, વર્ષ 1953માં ગાદી પર બિરાજતા હતા.જામ સાહેબએ (Raja Jam Saheb of Jamnagar) આ સમયને યાદ કરતા કહ્યું કે, તે સમયે હું 12 વર્ષનો હતો અને સ્વીટઝરલેન્ડમાં ભણતો હતો. મારા મરહુમ પિતાજી, જામસાહેબ દિગ્વિજયસિંહજી મને તેમની સાથે લંડનમાં યોજાનાર રાજ્યાભિષેક સમારોહમાં લઈ ગયા હતા. હું આ પ્રભાવિત કરનારા અને ખૂબ આકર્ષક એવા, રાજ્ય અભિષેક સમારોહની પરેડનો સાક્ષી બન્યો હતો.
![જામનગરના જામ સાહેબ એલિઝાબેથ2ના રાજ્યભિષેકમાં રહ્યા હતા ઉપસ્થિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-jaamsaheb-10069-mansukh_15092022172734_1509f_1663243054_1020.jpg)
પ્રભાવજનક અને યાદગાર પ્રસંગ:મહારાણીની સવારીમાં ટોગોના રાણીએ પણ ચાંદીની શાહી કેરેજમાં ભાગ લીધો હતો. તે ખૂબ જ જોશીલું વ્યક્તિત્વ ધરાવતા હતા અને બંને તરફ ઊમટેલી જનમેદનીને હાથ હલાવી અભિવાદન કરી રહ્યા હતા. આ પ્રસંગ પ્રભાવ જનક અને ખૂબ મહત્વપૂર્ણ હતો. વિશેષ કરીને, મહારાણીના રાજ્યાભિષેક ની વિધિના ભાગરૂપે, પડદા પાછળ તેમને વિશેષ તેલથી કરવામાં આવતી સ્નાનની વિધિ પણ અવિસ્મરણીય હતી. હું અને મારા પિતા ત્યાં, સવોદય હોટલમાં રોકાયા હતા જ્યાં, તે દિવસે સવારે જ અમને માહિતી મળી હતી કે, એડમન્ડ હિલેરી અને નોર્ગે તેન્ઝીંગએ બ્રિટિશ એવરેસ્ટ અભિયાનને સફળ બનાવ્યું હતું અને માઉન્ટ એવરેસ્ટ પર પગ મુકનાર, પહેલા નસીબવંતા સાહસિકો બન્યા હતા. અમે તેમની આ સિદ્ધિને મહારાણીના રાજ્યાભિષેકની ભેટ જ માની વધાવી હતી.
મારી દીવાલો મહારાણી ચિત્રોથી શોભતી: હું જ્યાં અભ્યાસ કરતો હતો તે, સ્વીઝરલેન્ડની શાળામાં પહોંચી ગયો હતો. થોડા અઠવાડિયા પછી હું, ઇંગ્લેન્ડની પબ્લિક સ્કૂલમાં દાખલ થયો હતો, ત્યાં હું એક અંગ્રેજી વિદ્યાર્થી સાથે કામ કરતો, તેની દીવાલો પર એલિઝાબેથ ટેલરની તસવીરો ચોંટાડેલી હતી, જ્યારે મારી દીવાલો મહારાણી એલિઝાબેથના ચિત્રોથી શોભતી હતી. હું જીવનભર મહારાણી અને ડ્યુક ઓફ એડનબરોનો પ્રશંસક રહ્યો છું કે, તેઓ હંમેશા મારા વિચારોમાં રહ્યા છે, હવે 70 વર્ષ બાદ આપણે આ બંને પ્રતિભાશાળી વ્યક્તિ વિના જીવવાનું છે.