જામનગરઃ ડિફેન્સ કોલોનીમાં વર્ષોથી જિમ ચલાવતા વિજયભાઈ વાનખેડેએ lockdown લાગતા જિમ બંધ કર્યું હતું. જોકે બાદમાં વિજયભાઈ વાનખેડેને વિચાર આવ્યો કે આટલી મોટી જગ્યા છે, તો તેનો સદુપયોગ કરી અને તેમણે જીમમાં જ રસોડું શરૂ કર્યું છે. આજે વિજય જિમમાં ચાલતા રસોડાથી 400થી 500 રૂપિયા ભૂખ્યા લોકોને ભોજન ઘર સુધી વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. વિજયભાઈ વાનખેડે પોતાની ટીમ સાથે પહેલા જુદા જુદા સ્લમ એરિયામાં સર્વે કરી અને બાદમાં તમામ ગરીબોને ઘર સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે.
મહત્વનું છે કે, વિજયભાઈ વાનખેડે જિલ્લા કલેક્ટરની મંજૂરીથી આ કામગીરી શરૂ કરી છે. આજે વિજયભાઈ વાનખેડેની સેવા પ્રવૃત્તિથી દરેક લોકો પ્રભાવિત થયા છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી સંસ્થાઓ જે કામ નથી કરી શકી તે વિજયભાઈએ કરી બતાવ્યું છે, અનેક ગરીબ લોકોને વિજયભાઈ ઘર-ઘર સુધી ફૂડ પેકેજ પહોંચાડી રહ્યા છે.