9 વર્ષની બાળકીએ મુખ્ય પ્રધાન રાહતનીધિમાં પોતાની બચતના રૂ. 11,111 અર્પણ કર્યા છે. અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને 11,111નો ચેક એનાયત કરી શ્રુતિબા બન્યા સાઇલન્ટ કોરોના વોરિયર...
જામનગરઃ ગુરૂવારના રોજ જામનગરની 9 વર્ષની અને ધોરણ 3માં આભ્યાસ કરતા શ્રુતિબા રાજદીપસિંહ જાડેજાએ રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને પોતાના પીગીબેંકની બચતના રૂ. 11,111 મુખ્ય પ્રધાન રાહત નિધિમાં અર્પણ કરવા અનુદાનનો ચેક એનાયત કર્યો હતો. આ સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્રુતિબાએ કહ્યું કે, મારી બચતના આ રૂ.11,000 હું મુખ્ય પ્રધાન રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આપી રહી છું, આ રૂપિયાથી ગરીબોની સેવા થશે તેથી આ મારી બચત આપી ગરીબોની સેવામાં સહભાગી બની છું.
માત્ર 9 વર્ષની ઉંમરે લોકોની સેવા માટે આગળા આવતા આ બાળકીએ અને તેના જેવા અન્ય બાળકોએ સાઇલન્ટ કોરોના વોરિયર જ છે અને અન્ય માટે પ્રેરણારૂપ છે. રાજ્ય પ્રધાનએ બાળકીના દરિદ્રનારાયણની સેવા માટે યોગદાનના વિચારોને બિરદાવ્યા હતા.