ETV Bharat / state

Jamnagar News: હાપા માર્કેટ યાર્ડમાં આજથી લાલ મરચાની આવક શરૂ થઈ, જાણો હરાજીમાં ખેડૂતોને મળ્યા કેટલા ભાવ?

મગફળી બાદ જામગનરમાં હાપા માર્કેટ યાર્ડમાં આજથી સુકા લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. વાંચો આજે શરૂ થયેલા લાલ મરચાની આવક અને તેના ભાવ વિશે વિગતવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 7:55 PM IST

હાપા માર્કેટ યાર્ડમાં આજથી લાલ મરચાની આવક શરૂ

હરાજીમાં ખેડૂતોને મળ્યા કેટલા ભાવ?

જામનગરઃ શહેરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બાદ આજે સુકા લાલ મરચાની આવક પણ શરૂ થઈ ગઈ છે. આજથી ખેડૂતો લાલ મરચાની બોરીઓ માર્કેટ યાર્ડમાં લાવવા માંડ્યા છે. આજે લાલ મરચાની હરાજીમાં ખેડૂતોને ઊંચા ભાવ મળ્યા છે. ખેડૂતોને ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

હાપા માર્કેટ યાર્ડમાં લાલ મરચાની હરાજી શરૂ થઈ

હરાજીમાં મળ્યા ઊંચા ભાવઃ લાલ મરચાની પ્રથમ દિવસની હરાજીમાં ખેડૂતોને 5700 રૂપિયા સુધીનો ઊંચો ભાવ મળ્યો છે. આ ઊંચા ભાવથી ખેડૂતોમાં ખુશીઓનો માહોલ છવાયો છે. હજૂ પણ આગામી દિવસોમાં લાલ મરચાની વધુ બોરીઓ ઠલવાય તેવી શક્યતાઓ રહેલી છે. ગત વર્ષે પણ ખેડૂતોને જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં સુકા લાલ મરચાનો ઊંચો ભાવ મળ્યો હતો. તેથી જ જામનગરનું હાપા માર્કેટ યાર્ડ ખેડૂતોનું મનપસંદ માર્કેટ યાર્ડ બની રહ્યું છે. અહીં ખેડૂતો મગફળી, જીરુ, લાલ મરચા જેવી જણસીઓ લાવીને વેચી રહ્યા છે. હજૂ પણ લાલ મરચાની સારી આવક આ માર્કેટયાર્ડમાં રહેશે તેવું ખેડૂતો અને વેપારીઓ માની રહ્યા છે.

મગફળી બાદ લાલ મરચાની આવકઃ જામનગરમાં હાપા માર્કેટયાર્ડમાં મગફળની મબલખ આવક થયા બાદ ખેડૂતો લાલ મરચાની આવક લાવી રહ્યા છે. આ પાકની આવક હજૂ પણ અનેક દિવસ સુધી ચાલુ રહેશે તેવી સંભાવના સેવાઈ રહી છે. મગફળી, લાલ મરચા ઉપરાંત બીજી પણ જણસીઓ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે. જામનગર પંથક ઉપરાંત રાજકોટ, પોરબંદર અને મોરબીના ખેડૂતો પણ સુકા લાલ મરચા લઈને હાપા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.

આજથી જામનગરના હાપા માર્કેટયાર્ડમાં સુકા લાલ મરચાની આવક શરૂ થઈ છે. પહેલા દિવસે જ હરાજીમાં ખેડૂતોને 5700 રુપિયા જેટલો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે...હિતેશ પટેલ(સેક્રેટરી, હાપા માર્કેટ યાર્ડ, જામનગર)

  1. Banaskantha News : ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
  2. Jamnagar News : હાપા માર્કેટ યાર્ડમાં જીરાના સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશ, રેકોર્ડબ્રેક ભાવ આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.