જામનગરઃ શહેરમાં મહા નગર પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 3 આરોપી પૈકી એક આરોપી જામનગર શહેરના વોર્ડ નં.12ના કૉગ્રેસ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીનો સમાવેશ થાય છે. આ કોર્પોરેટ ઉપરાંત હાજી મેતર અને કાદર હાજી મેતર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત આ આરોપીએ કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના જમીન પોતાની હોવાનો દાવો કર્યો. તેમજ રોડ પહોળો કરવાની સરકારી પ્રક્રિયામાં ખલેલ પણ પહોંચાડી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ જામનગરના કાલાવડ નાકા બહાર મહા નગર પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દુકાનનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જેની ફરિયાદ સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ જામનગર મનપાના એસ્ટેટ અધિકારી નીતિનકુમાર રવિશંકર દિક્ષિતે નોંધાવી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના વોર્ડ નં.12ના કૉંગ્રેસ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીઓએ રોડને પહોળો કરવાની સરકારી કામગીરી પણ અટકાવી હતી.
જામનગરમાં મહા નગર પાલિકાના વોર્ડ નં. 12 ના કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સામે ફરિયાદ નોંધવા માટેની અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેટર સહિતના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અધીનિયમ ૨૦૨૦ની કલમ 4(3) અને 5 મુજબ ગુન્હો નોંધ્યો છે. મહેન્દ્ર સિંહ સોલંકી, ડીવાયએસપી, જામનગર