ETV Bharat / state

Girl Attacked With Knife : જામનગરની યુવતીએ લગ્નની ના પાડી, રાજકોટના યુવકે છરીના ત્રણ ઘા ઝીંકી દીધાં - યુવતીએ લગ્નની ના પાડી

જામનગરમાં યુવતીએ લગ્નની ના પાડી દેતાં ઉશ્કેરાયેલા યુવકે છરીના ત્રણ ઘા ઝીંકી દીધાં હતાં. લોહીલુહાણ હાલતમાં રોડ પર પડી ગયેલી યુવતીને રાહદારીએ હોસ્પિટલ પહોંચાડી હતી. બીજીબાજુ પરિવારે રાજકોટના શખ્સ સામે હત્યાની કોશિશ સહિતની કલમ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.

Girl Attacked With Knife : યુવતીએ લગ્નની ના પાડી, યુવકે છરીના ત્રણ ઘા ઝીંકી દીધાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 6:53 PM IST

પોલીસે કાર્યવાહી શરુ કરી

જામનગર : જામનગરના ખડખડનગર પાસેથી પસાર થઇ રહેલી કોલેજીયન યુવતી પર સરાજાહેર એક શખ્સે અચાનક છરી વડે હિચકારો હુમલો કરી દેતા યુવતી ત્યાં લોહીલુહાણ હાલતમાં પડી ગઇ હતી, જેને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન પોલીસમાં દોડધામ મચી ગઇ હતી, બીજી બાજુ બનાવ અંગે યુવતીના પિતા દ્વારા રાજકોટના શખ્સ સામે હત્યાની કોશિષ સહિતની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી, યુવતીએ લગ્ન કરવાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આદરવામાં આવી છે.

હુમલો કરી નાસી ગયો યુવક : જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતી ગઇ સમી સાંજે કોલેજ રોડ પરથી ખડખડનગર વિસ્તાર પાસે પસાર થઇ રહી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે આવીને અચાનક છરી વડે પેટ, મોઢા અને ગળાની નીચેના ભાગે ઘા ઝીંકી દીધા હતાં, આથી તે લોહીલુહાણ થઇ ગઇ હતી, લોકો એકત્ર થઇ જતા શખ્સ ત્યાંથી ભાગી છૂટયો હતો.

પોલીસ દોડી આવી : આ વેળાએ કાર લઇને પસાર થતા વ્યકિતએ તાકીદે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી જ્યાં તેણીને સઘન સારવાર આપવામાં આવી હતી બનાવને લઇને ભારે દોડધામ મચી ગઇ હતી, આ અંગેની જાણ થતા સિટી – બી પીઆઇ એચ.પી. ઝાલા સ્ટાફ સાથે દોડી ગયા હતાં.

રાજકોટના તુષાર રાઠોડ સામે ફરિયાદ : પોલીસે યુવતીની હોસ્પિટલમાં પ્રાથમિક પુછપરછ કરી હતી અને આ માટે ફરિયાદ લેવા તજવીજ ચલાવવામાં આવી હતી, બીજી બાજુ પોલીસની એક ટુકડીએ આરોપીની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી લંબાવી હતી, દરમિયાન આ બનાવ અંગે જામનગરના નવાગામ ઘેડ ખાતે રહેતા યુવતીના પરિવારે સિટી બી ડિવિઝનમાં રાજકોટના તુષાર રાઠોડ સામે આઇપીસી કલમ 307 તથા જીપીએકટ135–1 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

લગ્ન કરવાની ના પાડતા હુમલો : વિગત અનુસાર ફરિયાદીની પુત્રીને આરોપી વારંવાર લગ્ન કરી લેવાનું કહેતો હતો. ગઇકાલે પણ રસ્તામાં આંતરીને તેણીને લગ્ન કરી લેવા દબાણ કરી રહ્યો હતો. ત્યારે યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા આરોપી તુષાર રાઠોડ ઉશ્કેરાઇ ગયો હતો અને જાનથી મારી નાંખવાના ઇરાદે યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટયો હતો.

પોલીસ ટુકડીઓ કામે લાગી : આ બનાવને લઇને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરમાં સરાજાહેર યુવતી પર થયેલા હિચકારા હુમલાથી અનેક ચર્ચા ઉઠી છે, બીજી બાજુ પોલીસ દ્વારા રાજકોટના શખ્સનું પગેરૂ દબાવવા પોલીસ ટુકડીઓને કામે લગાડવામાં આવી છે.

  1. Ahmedabad News: એક તરફી પ્રેમમાં પાગલ રીક્ષાચાલકે યુવતીના ગળા પર છરી ફેરવી
  2. અમદાવાદ કાગડાપીઠમાં યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.