ETV Bharat / state

Demolition : જામનગર મેગા ડિમોલિશન 24 મીટર ડીપી રોડની અમલવારી માટે બુલડોઝર ફર્યું - ગેરકાયદે બાંધકામ

જામનગરમાં દબાણો હટાવવા કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન જોવા મળ્યું હતું. મોટા કાફલા સાથે યોજાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનમાં ખોજાનાકા તરફ જતાં રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી માટે કડક વલણ અપનાવાયું છે.

Demolition : જામનગર મેગા ડિમોલિશન 24 મીટર ડીપી રોડની અમલવારી માટે બુલડોઝર ફર્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 6:52 PM IST

24 મીટર ડીપી રોડની અમલવારી

જામનગર : જામનગરમાં મેગા ડિમોલિશન ઓપરેશનમાં શહેરના ખોજાનાકા તરફ જતાં રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી માટે તંત્રનું કડક વલણ સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી સુધી ડિમોલિશન : જામનગર મ્યુનિ.કમિશનર દિનેશ મોદીની સૂચનાથી આજ વહેલી સવારના 8 વાગ્યાથી જામનગરના ખોજાનાકા તરફ જતાં રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી કરવાની હોઈ વિવિધ ગતિવિધિ જોવા મળી હતી. ટીટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધી અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયાં હતાં, આ દબાણ દૂર કરવા કોર્પો.એ અવારનવાર નોટિસ આપી હતી, પરંતુ દબાણકારોએ દબાણો દૂર નહીં કરતાં આખરે શહેર કમિશનરે તમામ દબાણો તત્કાળ દૂર કરવા આદેશ કર્યો છે.

કડક વલણ અપનાવાયું
કડક વલણ અપનાવાયું

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : જામનગર શહેરમાં બેડીમાં ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બૂલડોઝર ફેરવી દીધાં બાદ ટીટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધી ગેરકાયદે બાંધકામો દૂર કરવા આજે ડિમોલિશન શરુ કરાયું છે. કોઈપણ જાતનો અનઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સવારથી જ આ ઑપરેશન શરુ કરી દેવાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

સવારથી બૂલડોઝર ફેરવવાનું શરુ : આજ સવારથી જ પોણો કિમીના રસ્તામાં એટલે કે, ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધીમાં 8 મોટા મકાન અને બાકીના વાડા તેમજ કેટલીક દિવાલો ઉપર સવારથી બૂલડોઝર ફેરવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં સિટી ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટના મુકેશ વરણવા, નીતિન દીક્ષિત, સોલિડ વૅસ્ટના કેતન કટેશિયા, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બંદોબસ્તમાં સિટી એ પીઆઈ એન.એ. ચાવડા, પીએસઆઈ વાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દબાણો દૂર થઈ જશે : જામનગરમાં હવે ટીપી ડીપીના રસ્તા પહોળા કરવાનું અભિયાન શરુ થઈ ગયું છે. સવારથી જ આ અભિયાનમાં પાડતોડ શરુ કરાઈ છે. જેસીબી અને જામનગર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા પાડતોડની કામગીરી શરુ કરી દેવાઈ છે. આ કાર્યવાહી શરુ થતાં જ લોકોના ટોળાં ઉમટ્યાં હતાં, પરંતુ દબાણ દૂર કરવાની કાર્યવાહી ઝડપભેર શરુ કરી દેવામાં આવી છે અને સાંજ પડ્યે 24 મીટર રોડ કરવા માટેના દબાણો દૂર થઈ જશે.

  1. Crime Conference in Jamnagar : ડીજીપી વિકાસ સહાયની જામનગરમાં બેઠક, કોસ્ટલ સિક્યુરિટી અને દરિયાઈ પટ્ટી પર દબાણ મુદ્દે થઈ ચર્ચા
  2. તંત્રએ લોન આપી અને હવે ધંધો બંધ કરાવ્યો ! ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના 40 થી વધુ લારીધારકોની વ્યથા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.