જામનગર: કોરોનાનો કહેર વચ્ચે જામનગરમાં અધિકારીઓએ બેઠક યોજી હતી. જેમાં નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃધ્ધોની ખાસ કેર લેવા આરોગ્ય અધિકારીઓને જિલ્લા કલેક્ટર રવિશંકરએ જણાવ્યું હતું.
![જામનગર: કલેકટર રવિશંકરએ લાલપુર ખાતે આજરોજ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-05-dm-visit-7202728-mansukh_16052020135935_1605f_1589617775_62.jpg)
જામનગરના લાલપુર તથા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે આજરોજ અધિકારીઓએ બેઠક યોજી તાલુકાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નોવેલ કોરોના વાઇરસ COVID-19નો જામનગર જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે અનુસંધાને આજરોજ લાલપુર તથા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રવિશંકરએ લાલપુર તથા જામજોધપુર તાલુકામાં બહારના જિલ્લામાં આવીને આ જિલ્લામાં કવોરેન્ટાઇન રહેલા નાગરિકોને હોમ કવોરેન્ટાઇનમાં કેવી રીતે રહે છે ? તેની વિસ્તુતમાં જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલુ હતું.
નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃધ્ધોની ખાસ કેર લેવા આરોગ્ય અધિકારીઓને જિલ્લા કલેક્ટર રવિશંકરએ જણાવી વધુમાં ઉમેર્યું કે, લોકો ઘરેથી ઓફિસે અથવા કામકાજના સ્થળે નિકળતી વખતે જરૂરી ચીજવસ્તુઓની સાથે માસ્ક પણ ન ભૂલે તેવી ખાસ અપીલ કરી હતી.
આગામી દિવસોમાં સરકારી કચેરીઓ હવે ચાલુ થવાની છે. જેથી કયાં પ્રકારની તકેદારી કચેરીઓમાં રાખવી તે અંગે અધિકારીઓને જિલ્લા કલેક્ટર રવિશંકરએ સુચન કરેલુ હતું.