ETV Bharat / state

જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું, મંદિરમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અપાશે પ્રવેશ - Jamnagar: Bala Hanuman Temple opened

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે કેટલાય મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. જામનગરમાં કોરોનાના કહેર વચ્ચે બાલા હનુમાનજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે કોરોનાના કેસ ઘટતા બાલા હનુમાનજી મંદિર ખોલવામાં આવ્યું છે. આ મંદિરમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું
જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું
author img

By

Published : Jun 13, 2021, 8:10 AM IST

  • કોરોનાના કહેર વચ્ચે બાલા હનુમાનજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું
  • બાલા હનુમાનજી મંદિર ખુલતા ભક્તોમાં ખુશીનો માહોલ
  • કોરોનાની ગાઇડલાઇન મુજબ મંદિરમાં અપાશે પ્રવેશ

જામનગરઃ રાજ્ય સરકારે તમામ દેવસ્થાનો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુક્યા છે, ત્યારે જામનગરનું વિશ્વ હનુમાન મંદિર પણ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બાલા હનુમાન મંદિરમાં 56 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. કોરોના કાળમાં પણ અહીં પાંચ લોકો દ્વારા અખંડ રામધૂન ચાલુ રાખવામાં આવી હતી.

જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું

આ પણ વાંચોઃ અમદાવાદમાં આશરે દોઢ મહિના બાદ મંદિરોના દ્વાર ખુલ્યા

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે મંદિરમાં પ્રવેશ અપાશે

બાલા હનુમાન મંદિરમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે તમામ શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માસ્ક ફરજીયાત છે, તેમજ સેનિટાઇઝર કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું
જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું

કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા મૂકાયા

રાજ્ય સરકારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા મૂક્યા છે. જો કે, તમામ ધાર્મિક સ્થળો પર કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવું જરૂરી છે. કોરોનાના કેસ ઘટ્યા છે, પણ કોરોના હજુ ગયો નથી. રાજ્ય સરકાર પણ સમયાનુસાર વિવિધ આદેશો જાહેર કરી રહી છે.

જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું
જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું

આ પણ વાંચોઃ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા મંદિરના કપાટ

બાલા હનુમાન મંદિરમાં 50 વ્યક્તિઓને જ પ્રવેશ અપાશે

બાલા હનુમાન મંદિરમાં 50 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે પણ ભક્ત મંદિરમાં પ્રવેશ મેળવી રહ્યા છે, તેઓ ફરજિયાત માસ્ક પહેરીને આવે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.