જામનગર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, TDSમાં 2 ટકા વધારવામાં આવે. પરંતુ સરકાર દ્વારા વેપારીઓની માંગણીઓ સ્વીકારવા ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પહેલા પણ રાજ્ય સરકારમાં પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારીઓની કોઈ માંગણી સ્વીકારવામાં ન આવતા અંતે હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સતત બે દિવસ સુધી હરાજી બંધ રાખી અને વિરોધ કર્યો હતો.