ETV Bharat / state

જામનગર જિલ્લાનું ગૌરવ વધારતી હડિયાણા કન્યા શાળા વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે મેળવી માન્યતા - Bhupendrasinh Chudasama

જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી હડિયાણા કન્યા શાળાએ સંલગ્ન વિદ્યા નિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવી જામનગર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

જામનગર જિલ્લાનું ગૌરવ વધારતી હડિયાણા કન્યા શાળા વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે મેળવી માન્યતા

author img

By

Published : Nov 8, 2020, 12:41 PM IST

  • બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત એકમાત્ર યુનિવર્સિટી
  • જિલ્લાની સૌ પ્રથમ એક માત્ર સરકારી પ્રાથમિક શાળા
  • હડિયાણા કન્યા શાળાએ વિદ્યા નિકેતન કેન્દ્ર તરીકે મેળવી માન્યતા

જામનગર : જિલ્લાની સરકારી કન્યા શાળાએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવી છે. ત્યારે હડિયાણા કન્યા શાળા જામનગર જિલ્લાની સૌ પ્રથમ અને એક માત્ર સરકારી પ્રાથમિક શાળા બની છે.બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ભારતની એકમાત્ર યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. જે હાલ ગાંધીનગર ખાતે આવેલ છે. જ્યા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગના કેન્દ્રોને માન્યતા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે માન્યતા

જે અનુસાર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળાને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકેની માન્યતા કુલપતિ હર્ષદભાઈ શાહની ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે શાળાના આચાર્ય મકવાણા અરવિંદભાઈને આપવામાં આવેલ છે.

જામનગર જિલ્લાનું ગૌરવ વધારતી હડિયાણા કન્યા શાળા

ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના મદદનીશ શિક્ષક દેવાંગીબેન બારૈયા, સી.ઓ. ધમસાણિયા ઉપસ્થિત રહ્યા હતા. હડિયાણા કન્યા શાળા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌ પ્રથમ અને એક માત્ર સરકારી પ્રાથમિક શાળા બની જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.