ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જી.એમ.પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી - Gujarat

જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી. એમ. પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનીઓ સાથે મળીને તેમને સ્વનિર્ભર રહેવા અને પોતાના હક માટે જાગૃત રહેવાની શીખ આપી હતી.

ધ્રોલની જી.એમ.પટેલ કન્યા છાત્રાલયની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધી મુલાકાત
author img

By

Published : Jul 14, 2019, 11:43 PM IST

શિક્ષણ વિશે વાત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, " આ વખતે સૌથી વધુ ફાળવણી શિક્ષણ માટે કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષણ માટે ત્રીસ હજાર કરોડની ફાળવણી કરી છે. છેવાડાનું બાળક પણ શિક્ષિત બને તેવા પ્રયત્નો રાજ્ય સરકારના દ્વારા કરાયા છે. રાજ્ય સરકારની નવી યોજનામાં બેટી વધાવોને પ્રોત્સાહન મળે એ માટે આ બજેટમાં વ્હાલી દીકરીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં દીકરીનો જન્મ થાય ત્યારે તેના નામે બેંકમાં ફિક્સ ડિપોઝીટ મૂકવામાં આવશે. આ દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે તે રકમ રૂપિયા એક લાખ થઇ જતા તેને આપવામાં આવશે. તેમજ પીએચ. ડી.નો અભ્યાસ કરનારી છાત્રાઓને રૂપિયા ૧પ હજારની છાત્રવૃત્તિ આપવામાં આવશે. આમ, કેજીથી પીજી સુધી, દીકરીઓની દરકાર આ સરકાર કરવાની છે.

વધુમાં તેમણે કહ્યું કે, “રાજ્યની મહિલાઓ સ્વાલંબી બનાવવા અને દેશના વિકાસમાં યોગદાન અપાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે મહિલાઓને લગતી વિવિધ પ્રકારની યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતના સપનામાં બેકારી, ગરીબી અને ભ્રષ્ટાચાર ન હોય એવી પરિકલ્પના છે. એ સપનાને સરકાર કરવાની જવાબદારી નવી, આવનારી પેઢીની છે."

આમ, મુખ્યપ્રધાને છાત્રાલયની મુલાકાત લઇ ટ્રસ્ટીઓ પાસેથી કન્યા શિક્ષણની વિવિધ પ્રવૃત્તિની માહિતી મેળવી હતી. મુલાકાતની અંતે મુખ્યપ્રધાનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્ય મંત્રી સર્વ પ્રદીપસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, અગ્રણી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, રાઘવજીભાઇ પટેલ, ગોવિંદભાઇ મેતલીયા, બી. એચ. ઘોડાસરા, ચિમનભાઇ સાપરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Intro:GJ_JMR_04_14JULY_CM_SCHOOL_7202728_MANSUKH

રાજ્યની તમામ દીકરી ભણીગણી સુશિક્ષિત બને અને દેશનું નામ રોશન કરે-મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી. એમ. પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
જામનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી. એમ. પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી અને આ છાત્રાલયમાં ચાલતી મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિથી તેઓ વાકેફ થયા હતા. તેમણે અહીં અભ્યાસ કરતી બાળાઓને સુશિક્ષિત બની દેશનું નામ રોશન કરવાની શીખ આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવ્યું છે. તેમનું સ્વપ્ન છે કે દેશની તમામ દીકરી ભણીગણી સુશિક્ષિત બને તથા પોતાના ક્ષેત્ર, રાજ્ય, દેશનું નામ રોશન કરે.

રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકારની નેમ છે કે, રાજ્યમાં સો ટકા સાક્ષરતા આવે, સો બાળકોનું શાળામાં નામાંકન થાય અને બાળકોનું અધવચ્ચેથી શાળા છોડવાનું પ્રમાણ ઝીરો ટકા હોય. આ માટે સરકારને વ્યાપક પગલા લીધા છે.

આ વર્ષના બજેટમાં શિક્ષણ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઇની માહિતી આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વખતે સૌથી વધુ ફાળવણી શિક્ષણ માટે કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષણ માટે ત્રીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેવાડાનું બાળક પણ શિક્ષિત બને તેવા પ્રયત્નો રાજ્ય સરકારના છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનારી નવી યોજના વ્હાલી દીકરીની માહિતી આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે, બેટી વધાવોને પ્રોત્સાહન મળે એ માટે આ બજેટમાં વ્હાલી દીકરીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં દીકરીનો જન્મ થાય ત્યારે તેના નામે બેંકમાં ફિક્સ ડિપોઝીટ મૂકવામાં આવશે. આ દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે તે રકમ રૂ. એક લાખ થઇ જતા તેને આપવામાં આવશે. જ્યારે, પીએચ. ડી.નો અભ્યાસ કરનારી છાત્રાઓને રૂ. ૧પ હજારની છાત્રવૃત્તિ આપવામાં આવશે. આમ, કેજીથી પીજી સુધી, દીકરીઓની દરકાર આ સરકાર કરવાની છે.
રાજ્યની મહિલાઓ સ્વાલંબી બને અને દેશના વિકાસમાં યોગદાન આપે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે મહિલાઓને લગતી વિવિધ પ્રકારની યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતના સપનામાં બેકારી, ગરીબી અને ભ્રષ્ટાચાર ન હોય એવી પરિકલ્પના છે. એ સપનાને સરકાર કરવાની જવાબદારી નવી, આવનારી પેઢીની છે.
મુખ્યમંત્રીશ્રીએ છાત્રાલયની મુલાકાત લઇ, ટ્રસ્ટીઓ પાસેથી કન્યા શિક્ષણની વિવિધ પ્રવૃત્તિની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ રાજ્ય મંત્રી સર્વ શ્રી પ્રદીપસિંહ જાડેજા અને શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, અગ્રણી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી ગોવિંદભાઇ મેતલીયા, શ્રી બી. એચ. ઘોડાસરા, શ્રી ચિમનભાઇ સાપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.