જામનગરઃ શહેરમાં સગીરા પર સમુહિક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે. એક તરફ દેશમાં હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટનાને કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં સગીરા પર 4 નરાધમોએ દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, ચારેય નરાધમો આ સગીરાને બંધ મકાનમાં લઈ ગયા હતા. જ્યાં વારા ફરતી તેના પર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતા. જેમાં 3 આરોપીને ઝડપી લીધા છે. દુષ્કર્મ કર્યા બાદ તમામ આરોપીઓ દેવભૂમિ દ્વારકાના સિંહણ ગામે નાસી છૂટ્યા હતા.
LCB અને SOGને બાતમી મળી હતી કે, ત્રણેય આરોપી ખંભાળિયાના સિંહણ ગામમાં છે. જે બાદ LCB અને SOGની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
UPના હાથરસમાં યુવતી પર થયેલા સમુહિક દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ સમુહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પથકમાં રોષ ફેલાયો છે.