• જામનગરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર રસ્તા પર
• પોલીસે તાત્કાલિક તમામ પોસ્ટર હટાવ્યા
જામનગરઃ શહેરમાં પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેમણે જે ઇસ્લામ ધર્મ વિશે ટિપ્પણી કરી હતી. તેનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે જામનગરમાં દીપક ટોકીઝ અને નદીપા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સએ રસ્તા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના પોસ્ટર લગાવ્યા હતા.
• જામનગરમાં પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે આક્રોશ
રાત્રિના સમયે કોઈ શખ્સે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના પોસ્ટર રસ્તામાં ચિપકાવ્યા હતા. પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ફ્રાન્સના weekly magazine charlie hebdoમાં ઇસ્લામ ધર્મના વડા વિશે એક કાર્ટૂન છાપવામાં આવ્યું હતું. આ વિવાદમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ઝંપલાવ્યું હતું અને તેમણે ઇસ્લામ ધર્મ વિશે ટિપ્પણી કરી હતી. જેના કારણે વિશ્વભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ ગઈકાલે મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આજ રોજ અજાણ્યા શખ્સોએ રસ્તામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટરો ચિપકાવ્યા હતા.