- લાલપુરમાં છેડતી મામલે ચાર રાઉન્ડ ફાયરિંગ
- 2 મહિના પહેલા છેડતીની નોંધાઈ હતી ફરિયાદ
જામનગર: લાલપુર પોલીસ સ્ટેશનમાં 2 મહિના પહેલા છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલો ફરી તાજો થયો હતો. આરોપી શખ્સે 27 નવેમ્બરના રોજ ફરી ધમાલ મચાવતા 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે 2 વ્યક્તિ ગંભીર હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
યુવતીના પિતાના જણાવ્યા અનુસાર છોકરાના કાકા અને અન્ય વડીલે જૂથ અથડામણ થઈ તે વખતે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લાલપુર પોલીસે હાલ ફાઈરિંગ મામલે તપાસ શરુ કરી છે. જૂથ અથડામણમાં સામેલ અન્ય ઇસમોની પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે બે મહિના પહેલા પણ બને જૂથ વચ્ચે છેડતી મામલે ડખ્ખો થયો હતો. લાલપુરમાં શાંતિ જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.