ETV Bharat / state

જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજની મળી મંજૂરી - Flyover bridge

જામનગર શહેરમાં સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મીટિંગ મળી હતી. આ મીટિંગમાં જામનગર શહેરના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં જામનગરમાં પ્રથમ ફ્લાયઓવર બ્રિજની મંજૂરી આપવામાં આવી છે. આ ઓર બ્રિજ 197 કરોડ રૂપિયામાં બનાવવામાં આવશે.

જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજની મળી મંજૂરી

author img

By

Published : Dec 12, 2020, 10:57 AM IST

  • જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજની મળી મંજૂરી
  • સૌથી મોટો ફ્લાઈ ઓવરબ્રિજ સુભાષબ્રિજ
  • જામનગર શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી

જામનગરઃ શહેરમાં સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મીટિંગ મળી હતી. આ મીટિંગમાં જામનગર શહેરના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં જામનગરમાં પ્રથમ ફ્લાયઓવર બ્રિજની મંજૂરી આપવામાં આવી છે. આ ઓર બ્રિજ 197 કરોડ રૂપિયામાં બનાવવામાં આવશે.

જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ

જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધીના ચાર કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. જામનગર શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યા હોવાનાં કારણે ફ્લાય ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જરૂર મુજબ પહોળાઈના રસ્તાઓ પણ કરવામાં આવનાર છે ચાર કિલોમીટર લંબાઈનો ઓવર બ્રિજ 197 કરોડના ખર્ચે નિર્માણ થશે.

જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજની મળી મંજૂરી

ઈન્દિરા માર્ગ પર ફલાયઓવર બ્રિજ

જામનગરમાં અંબર ચોકડી અને ગુરુદ્વારા સર્કલ એમ બે સ્થળે દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ઉપરાંત ઈન્દિરા માર્ગ પર પણ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. આથી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ઈન્દિરા માર્ગ પર ફલાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની લંબાઇ અને 18 મીટર પહોળાઈમાં માટે રૂપિયા 197 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ફ્લાય ઓવરબ્રિજના ટેન્ડરને મંજૂરી

જામનગર શહેરમાં સૌપ્રથમ ફ્લાય ઓવરબ્રિજના ટેન્ડરનો ત્રીજો તબક્કામાં આખરે સફળ થાય તેવા નિર્દેશ મળ્યા છે. માત્ર એક ટેન્ડર આપવાથી નિયમ મુજબ બે વખત ટેન્ડર રદ કર્યા બાદ ત્રીજા પ્રયત્નને અંતે બે કોન્ટ્રાક્ટર ટેન્ડર ભર્યા હતા. મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડરની પ્રક્રિયા પણ પાસ કરવામાં આવી છે. 37 ટકા ના હિસાબે ટેન્ડર પ્રક્રિયા મંજૂર થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.