સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલ જી.જી.માં દિવ્યાંગ વ્યક્તિઓને પાસ કાઢી આપવામાં આવે છે. આ પાસ કાઢવા માટે વિકલાંગ વ્યક્તિઓએ ફરજિયાત હાજર રહેવાનો નિયમ હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે. જેથી દર બુધવારે વિકલંગોની લાંબી લાઈનો જોવા મળે છે. લાઇનમાં 70થી 80 ટકા દિવ્યાંગો ઉભા હોય છે. જેમની માટે કોઇ સુચારું વ્યવસ્થા ન હોવાના ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ બાબતે હૉસ્પિટલ તંત્રને અનેકવાર જાણ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.