મોડાસા રેપ વિથ મર્ડર કેસનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં દલિત સમાજે વિશાળ બાઈક રેલી યોજી વિરોધ પ્રદશન કર્યું હતું. મોડાસામાં દલિત યુવતીને ચાર દિવસ ગોંધી રાખ્યા બાદ ચાર આરોપીએ રેપ કર્યો હતો. બાદમાં યુવતીના મૃતદેહને વડ સાથે લટકાવી ગુનાને અંજામ આપ્યો હતો. જોકે સમગ્ર મામલે મહિલા આયોગે પણ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. મોડાસાના પી.આઇ રબારી અને એસ.પી મયુર પાટીલ સામે પણ ફોજદારી ગુનો દાખલ કરવાની દલિત સમાજે માંગ કરી છે.
જામનગરમાં લાલ બંગલા સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.