ETV Bharat / state

જામનગરમાં વોર્ડ 12ના નગરસેવિકા ગાડું લઇ વિરોધ કરવા નીકળ્યા, પોલીસે કરી અટકાયત - mixed response to bharat bandh in jamnagar

જામનગર શહેરના વોર્ડ નંબર 12ના નગરસેવિકા જેનબ ખફી ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે પોતાના વિસ્તારમાંથી ગાડું લઈને નીકળ્યા હતા. ગાડામાં ખેડૂતોને સમર્થન આપતા બેનર પણ લગાવવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન પોલીસે પણ તેમની અટકાયત કરી હતી.

જામનગરમાં વોર્ડ 12ના નગરસેવિકા ગાડું લઇ વિરોધ કરવા નીકળ્યા, પોલીસે કરી અટકાયત

author img

By

Published : Dec 8, 2020, 4:09 PM IST

  • જામનગર વોર્ડ 12ની નગરસેવિકા ગાડું લઈ વિરોધ કરવા નીકળ્યા
  • નગરસેવિકા જેનબ ખફીએ ગાડાં પર ઉભા રહીને આપ્યું સમર્થન
    જામનગરમાં વોર્ડ 12ના નગરસેવિકા ગાડું લઇ વિરોધ કરવા નીકળ્યા, પોલીસે કરી અટકાયત

જામનગર: છેલ્લા 12 દિવસથી દિલ્હીમાં નવા કૃષિ કાયદાઓને લઇને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર 12ના નગરસેવિકા જેનબ ખફી ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે પોતાના વિસ્તારમાંથી ગાડું લઈને નીકળ્યા હતા. ગાડામાં ખેડૂતોને સમર્થન આપતા બેનર પણ લગાવવામાં આવ્યા હતા તેમજ તેમણે તમામ ખેડૂતોએ ભારત બંધને સમર્થન આપવું જોઈએ તેવી અપીલ પણ નગરસેવિકાએ કરી હતી. આ દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસે સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે અને જે કોઈ વિરોધ કરવા નીકળે તેની અટકાયત કરવામાં આવી છે.

વધુ વિગતો: જામનગરમાં લાલપુર ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 50 કોંગી કાર્યકરોની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.