જામનગર મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર રજા ઉપર ઉતરી ગયા છે, જેમનો ચાર્જ અન્ય કોઈ અધિકારીને આપવાની બદલે ડ્રાઈવરને આપી દેવામાં આવ્યો છે.
આ મુદ્દાને લઈ ભારે ચર્ચા જાગી છે. આ હાસ્યાસ્પદ ઘટનાને પગલે વિરોધ પક્ષે પણ શાસક પક્ષને આડે હાથ લીધો છે. જામનગર મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર બીશ્રનોય બિમાર હોવાના કારણે રજા પર ઉતર્યા છે. ડ્રાઈવરને ચાર્જ સોંપાતા તેણે પોતાની જ સહી વાળી 200 જેટલી નોટીસો ચાર જ દિવસમાં ઈસ્યુ કરી દીધી છે. આ મુદ્દો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.