ETV Bharat / state

Devotees Service: સાંસદ પૂનમ માડમનો સેવાભાવ, જામનગરમાં પદયાત્રીને પીરસ્યું ભોજન - dwarkadhish temple gujarat

રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ જગત મંદિર દ્વારકાધીશ જઈ રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા કરવા વિવિધ કેમ્પ લગાવવામાં આવ્યા છે. આવા જ એક કેમ્પમાં ભાજપનાં સાંસદ પૂનમબેન માડમ પદયાત્રીઓને ભોજન પીરસતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ રીતે સાંસદનો ફરી એકવાર સેવાભાવ જોવા મળ્યો હતો.

Devotees Service: સાંસદ પૂનમ માડમનો સેવાભાવ, જામનગરમાં પદયાત્રીને પીરસ્યું ભોજન

author img

By

Published : Mar 6, 2023, 5:52 PM IST

કેમ્પમાં ભોજન-ભજનનો સંગમ

જામનગરઃ જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રીઓ ચાલીને આવી રહ્યા છે. આવામાં પદયાત્રીઓની સેવા કરવા જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં પદયાત્રીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે જામનગર અને દેવભૂમિદ્વારકાનાં સાંસદ પૂનમ માડમનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ પદયાત્રીઓને ભોજન પીરસતાં જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Holi Festival 2023: ડાકોર તરફ ભક્તોની આગેકૂચ, અત્ર તત્ર સર્વત્ર ગુંજ્યો 'જય રણછોડ'નો નાદ

સાંસદનો સેવાભાવઃ ગત વર્ષે સાંસદ પૂનમ માડમે પદયાત્રીઓના કેમ્પમાં રોટલા બનાવ્યાં હતાં. તે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જોકે, સાંસદ પૂનમ માડમ તહેવારો તેમ જ ઉત્સવ પર મહિલાઓ સાથે ગરબા રમતાં પણ અવારનવાર જોવા મળે છે. તો આજે દેવભૂમિદ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા પદયાત્રીઓને ભોજન પીરસી અને સેવા સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પહેલાં પણ રોટલા બનાવતો વીડિયો થયો હતો વાઈરલ

કેમ્પમાં ભોજન-ભજનનો સંગમઃ આ અંગે સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, તેઓ ભગવાન દ્વારકાધીશ પર અસીમ શ્રદ્ધા ધરાવે છે. તેમ જ અવારનવાર તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પણ જતા હોય છે. જોકે દૂરદૂરથી જે લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી રહ્યા છે તેવા પદયાત્રીઓ માટે કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. ખાસ કરીને ભોજન-ભજનનો સંગમ આ પદયાત્રીઓને કેમ્પમાં જોવા મળે છે.

પદયાત્રીઓની સેવાઃ આમ પણ જામનગર જિલ્લામાંથી જે પણ પદયાત્રી પસાર થઈ રહ્યા છે. તે તમામને આશરા ધર્મથી આવકારવામાં આવે છે. તેમ જ અનેક સંસ્થાઓ આગળ આવી છે અને સેવાભાવી લોકો રાતદિવસ આ પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Holi Festival 2023: પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ

પદયાત્રીઓની સંખ્યા વધી રહી છેઃ દ્વારકામાં દર વર્ષે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે, કોરોના સમયમાં ફૂલડોલ ઉત્સવ બંધ રાખવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ આ ફૂલડોલ ઉત્સવ ફરીથી શરૂ થયો છે, જેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ભક્તો છેક મુંબઈથી દ્વારકા આવી રહ્યા છે. ઉપરાંત જામનગર સિવાય રાજકોટ, ચોટીલા, અમદાવાદ સહિતના જિલ્લામાંથી પદયાત્રીઓ છેલ્લા 10 દિવસથી ચાલીને આવતા જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.