જામનગરઃ હાલ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, ત્યારે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં અને બીજી ડોક્ટરની પરીક્ષા આગામી 7 જુલાઈના રોજ યોજાવવાની હતી. જો કે, આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિને અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઇ હતી. છતાં પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો, તેના કારણે ગુરુવારે NSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા.
આયુર્વેદિક યુનિવર્સિટીની પરીક્ષા આખરે રખાઇ મોકૂફ, NSUIની રજૂઆત રંગ લાવી બાદમાં NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને થોડા સમયમાં આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પરિપત્ર જાહેર કરી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આયુર્વેદિક યુનિવર્સિટીની પરીક્ષા આખરે રખાઇ મોકૂફ, NSUIની રજૂઆત રંગ લાવી NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કુલપતિના નિર્ણયને વધાવ્યો છે અને ફટાકડા ફોડી ઉજવણી કરી છે. મહત્વનું છે કે, આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને મેઇલ વોટ્સએપ કરી પરીક્ષા મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો.